જમીયત ઉલમા એ હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ શુક્રવારે મુસ્લિમ સમુદાય અને આરએસએસ વચ્ચે થયેલી વાતચીતનું સમર્થન કર્યુ તેમજ સંવેદનશીલ ધાર્મિક મુદ્દાઓ પર આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનું સ્વાગત કર્યુ. એટલુ જ નહીં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત પર લગાવવામાં આવેલા ટેરિફને લઇને પણ તેમણે પ્રતિક્રિયા આપી..
RSSને લઇને શું બોલ્યા મદની?
તેમણે એમ મથુરા-કાશી વિવાદ પર ભાગવતની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારા સંગઠને એક પ્રસ્તાવ પસાર કર્યો કે વાતચીત થવી જોઇએ, મતભેદ છે પરંતુ તેને ઘટાડવાની જરૂર છે. અમે વાતચીતના તમામ પ્રયાસોનું સમર્થન કરીશું. હાલમાં જ આરએસએસના પ્રમુખે જ્ઞાનવાપી અને મથુરા કાશી પર નિવેદન આપ્યું. મુસ્લિમ સમુદાયસુધી પહોંચવાના તેમના પ્રયાસોની પ્રશંસા અને સરાહના કરવી જોઇએ. અમે દરેક પ્રકારની વાતચીતનું સમર્થન કરીશું.
ટેરિફને લઇને શું બોલ્યા મદની ?
અગાઉ RSS વડા મોહન ભાગવતે કહ્યું હતું કે રામ મંદિર એકમાત્ર એવું આંદોલન છે જેને સંઘ સત્તાવાર રીતે સમર્થન આપે છે, જોકે સભ્યોને કાશી અને મથુરાના આંદોલનોનું સમર્થન કરવાની છૂટ છે. તેમણે ભારતમાં ઇસ્લામની કાયમી હાજરી પર ભાર મૂક્યો વસ્તી વિષયક સંતુલન માટે દરેક ભારતીયને ત્રણ બાળકો પેદા કરવા વિનંતી કરી અને અસંતુલન માટે ધર્માંતરણ અને ગેરકાયદેસર સ્થળાંતરને જવાબદાર ઠેરવ્યા. તે જ સમયે નાગરિકો માટે રોજગારની હિમાયત કરી.
રાજકીય નેતાઓના ભાષણનું સ્તર કથળી રહ્યું છે- મદની
આ સાથે જ તેઓએ તાજેતરના વર્ષોમાં રાજકીય ભાષા અને પ્રવચનના સ્તરમાં ઘટાડાની પણ ટીકા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓ અને રાજ્યના નેતાઓ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ અયોગ્ય અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. મૌલાના મદનીએ પહેલગામ આતંકવાદી હુમલાના કાવતરા પર કહ્યું કે જો આ ઘટના અન્ય કોઈ દેશમાં બની હોત, તો ઘણો હોબાળો થયો હોત.
પહલગામ હુમલાને લઇને શું બોલ્યા મદની ?
મદનીએ કહ્યું, 'દેશના નાગરિક સમાજે પહેલગામ આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ સમજી ગયા હતા કે પહેલગામ આતંકવાદી હુમલો દેશના લોકોમાં અશાંતિ પેદા કરવાનું કાવતરું હતું અને અમે તે કાવતરું નિષ્ફળ બનાવ્યું. ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી, સરકારના સારા કામ માટે પણ ટીકા કરતા વિપક્ષે પણ સરકારને ટેકો આપ્યો. આપણા સશસ્ત્ર દળોને ટેકો આપવો એ આપણી ફરજ છે. વર્તમાન સરકારની સુરક્ષા નીતિ પાછલી સરકારો કરતા સારી છે. કાયદા અમલીકરણ એજન્સીઓ વધુ વ્યાવસાયિક બની છે. કાયદા અમલીકરણ એજન્સીઓ વધુ સમાવેશી હોવી જોઈએ.