મુકેશ અંબાણી અને નીતા અંબાણી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં એક મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ 'NMACC ઇન્ડિયા વીકેન્ડ'નું આયોજન કરવાના હતા. આ કાર્યક્રમના મુખ્ય યજમાન નીતા અંબાણી હતા. પરંતુ આ કાર્યક્રમ હાલ પુરતો સ્થગિત કરાયો છે.  NMACC એ માહિતી આપી છે કે અણધાર્યા સંજોગોને કારણે, આ કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.


કેમ કાર્યક્રમ કર્યો સ્થગિત? 

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવા મોટા નામો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ હવે તેને અચાનક મુલતવી રાખવામાં આવ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ એક કામચલાઉ ધોરણે સ્થગિત કર્યો છે. તેને ફરીથી આયોજિત કરી શકે છે. જો કે કાર્યક્રમ સ્થગિત કરવાનું કારણ અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા કેટલાક રાજકીય તણાવને કારણે લેવામાં આવ્યો છે.

રશિયન તેલ પર વધતો તણાવ

અમેરિકાએ તાજેતરમાં રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર કડક વલણ અપનાવ્યું છે. યુએસ વહીવટીતંત્રે આ અંગે ભારતને ચેતવણી આપી છે અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા માટે જાહેરમાં સરકાર પર ઘણી વખત દબાણ કર્યું છે. યુએસએ ભારતના ઘણા ઉત્પાદનો પર ભારે ટેરિફ પણ લાદ્યો છે. જેથી તે પોતાનો મુદ્દો વધુ મજબૂત કરી શકે. યુએસ અધિકારીઓએ રશિયન તેલની ખરીદી અંગે ભારતીય ઉર્જા કંપનીઓને પણ સીધા પ્રશ્નો પૂછ્યા છે.

RILના ચેરમેન મુકેશ અંબાણીનું નિવેદન

મુકેશ અંબાણીએ તાજેતરમાં RILના AGMમાં પોતાના સંબોધનમાં આ સમગ્ર પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવા સંઘર્ષમાંથી કોઈ પણ પક્ષ વિજેતા બનતો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશો એકબીજા સાથે સહયોગ કરે છે, તો વેપાર, રોકાણ અને વિકાસ બધા માટે ફાયદાકારક રહેશે. અંબાણીએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રો સાથે મળીને કામ કરે છે, ત્યારે જ વ્યવસાય મુક્તપણે ચાલે છે અને દરેક સફળ થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ સમયની રાજકીય અનિશ્ચિતતાને સમજવી મહત્વપૂર્ણ છે, પરંતુ આ પડકારો વચ્ચે વ્યવસાયને પણ સંભાળવો પડશે.

ભારત હાલમાં તેના રશિયા સાથેના સંબંધોને મજબૂત બનાવવા તરફ પગલાં લઈ રહ્યું છે, જ્યારે અમેરિકા સતત દબાણ લાવી રહ્યું છે. પીએમ મોદીની તાજેતરની ચીન મુલાકાત અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત પણ આ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે.


  • Follow us on: