અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટેરિફ મામલે હાથ ધરાયેલી સુનાવણી મામલે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યુ હતુ. ફેડરલ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુએસ પ્રમુખને વિદેશી આયાત પર ટેરિફ લાદવાનો અધિકાર નથી.

યુદ્ધ રોકવા લેવાયો નિર્ણયઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે લેવામાં આવ્યો હતો. યુએસ સરકાર વતી, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો સામનો કરવા માટે રશિયન ઊર્જાની ખરીદી પર ભારત સામે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ ટેરિફ લાદ્યા છે. આ યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ માટેના પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવ્યું હતું.

ટ્રમ્પ સામેની અપીલ

ડૉનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિને કટોકટી શક્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ટ્રમ્પ સામેની અપીલમાં કહેવામાં આવ્યું છે કે, ટેરિફના નિર્ણયથી વિદેશ નીતિ જોખમમાં મુકાઈ છે. અન્ય દેશો સાથેની વાટાઘાટો પર અનિશ્ચિતતાની સ્થિતિ છે. આનાથી પહેલા જ નક્કી થયેલા ફ્રેમવર્ક ડીલ અને વાટાઘાટો જોખમમાં મુકાઈ છે.

કે જીતવો ખૂબ જરુરી

આ વાત એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો અમેરિકા આ ​​કેસ હારી જાય તો તેને યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત અન્ય દેશો સાથેના વેપાર કરારો રદ કરવા પડી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે આ હારથી અમેરિકાને ઘણું નુકસાન સહન કરવું પડશે. તેમણે કહ્યું, અમે યુરોપિયન યુનિયન સાથે એક કરાર કર્યો છે. જેના હેઠળ તેઓ અમને લગભગ એક ટ્રિલિયન ડોલર આપી રહ્યા છે. મને લાગે છે કે આપણે તેને રદ કરવા પડશે. આપણા દેશ પાસે ફરીથી વધુ સમૃદ્ધ બનવાની તક છે. 

  • Follow us on: