અમેરીકા અને ભારત વચ્ચેના 50 ટકાના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ફરી એક વખત ચેતવણી આપી છે. તેઓ ભારત પર ટેરિફ હેઠળ વધુ કડક પ્રતિબંધો લગાવી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ભારત સરકારે રશિયા સાથે પોતાનો વેપાર ચાલુ રાખ્યો, તો અમેરિકા ટેરિફ હેઠળ ફેઝ-2 અને ફેઝ-3ના પ્રતિબંધો લગાવશે. રશિયા સાથે વેપાર સંબંધો જાળવનાર દેશોને કડક પ્રતિબંધો અને શિકારનો સામનો કરવો પડી શકે છે.
ભારત પર ઉઠાવેલા પગલાં રશિયા સામે લીધેલા પગલાં
ટ્રમ્પે જણાવ્યું કે જો અમેરિકા ભારત પર દંડ તરીકે 25 ટકા વધારાનો ટેરિફ લગાવે તો એ સીધું રશિયા સામે લીધેલુ પગલું ગણાશે. ભારત પર ટેરિફ લગાવવાથી રશિયાને અબજો ડોલરનું નુકસાન થયું છે, કારણ કે ચીન પછી ભારત રશિયાનું સૌથી વધુ ઓઇલ ખરીદનાર દેશ છે. તેથી જો ભારત પર પ્રતિબંધો લાગશે. તો રશિયા પર પણ અસર થશે. નોંધનીય છે કે ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે ઓવલ ઓફિસ સંભાળ્યા બાદ તેમણે રશિયા વિરુદ્ધ કોઈ પગલું કેમ લીધું નથી. ત્યારે તેમણે આ પ્રકારનો જવાબ આપ્યો.













