પોલેન્ડના નવા રાષ્ટ્રપતિ કરોલ નવરોકી બુધવારે એટલે કે આજે યુએસ પ્રવાસે છે. નવરોકીના પ્રવાસથી પોલેન્ડ અને અમેરિકાના સંબંધમાં મજબૂતી આવી શકે છે. સાથે જ પોલેન્ડમાં અમેરિકાની સૈન્ય તાકાત વધારવા પર પણ વાતચીત થઇ શકે છે. કરોલ નવરોકીએ ગયા મહિનામાં જ પોલેન્ડના રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળી છે અને આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. નવરોકી, ટ્રમ્પ સમર્થક છે અને પોલેન્ડની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલીને નવરોકીનું સમર્થક કર્યુ હતુ.
પુતિનને ત્રિપક્ષીય બેઠકમાં કોઇ રૂચિ નહીં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરવવાનો વાયદો આપ્યો હતો, પરંતુ અનેક કોશિશો બાદ પણ ટ્રમ્પ એવું ન કરી શક્યા. થોડાંક દિવસ પહેલાં અલાસ્કામાં ટ્રમ્પે રશિયા રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ એવી આશા હતી કે યુદ્ધ જલ્દી સમાપ્ત થશે. ટ્રમ્પે જલ્દી જ રશિયા-યુક્રેન અને અમેરિકા વચ્ચે સંયુક્ત બેઠક કરાવવાની વાત કરી હતી. પરંતુ અલાસ્કા બેઠક બાદ પુતિન આ મુલાકાતમાં કોઇ રૂચિ નથી લઇ રહ્યા.આનાથી ટ્રમ્પ ક્યાંકને ક્યાંક નિરાશ છે.













