આંતરાષ્ટ્રીય સંબંધોમાં સંકેતો અને પ્રતીકોનું મોટું મહત્વ હોય છે. ટેરિફ મુદ્દે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેતણાવ ચરમસીમાએ છે, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસમાં અમેરિકન સરકારના પ્રતિનિધિઓના નિવેદનો ધ્યાન આપવા યોગ્ય છે. આ નિવેદનો દર્શાવે છે કે અમેરિકા ટેરિફ યુદ્ધ પર ભારત સાથે ફરીથી વાત કરવા તૈયાર છે.


21મી સદીનો નિર્ણાયક સંબંધ

1 સપ્ટેમ્બરનાં રોજ, જ્યારે SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગની બેઠક થઈ રહી હતી, તે સમયે ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસ તરફથી એક ટ્વીટ આવ્યું. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે, યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ભાગીદારી સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે અને આ 21મી સદીનો એક નિર્ણાયક સંબંધ છે.

ટેરિફ "ના બરાબર" રાખવાની ઓફર

એ જ દિવસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું. તેમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતમાં હવે અમેરિકી આયાત પરના ટેરિફ "ના બરાબર" રાખવાની ઓફર રાખવામાં આવી છે. જોકે, ટ્રમ્પે આ પગલાને મોડું ઉઠાવેલુ પગલું કહ્યુ. પણ આ નિવેદનથી એ સંકેત મળી રહ્યો છે કે ટ્રમ્પ ભારત સાથે વેપારિક સંબંધો સુધારવાની સંભાવના જોતા હતા. ટ્રમ્પે આ વાત ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા કહી હતી. આ પોસ્ટમાં ટ્રમ્પની ભાષા અત્યંત સંતુલિત હતી. પોસ્ટના અંતમાં ટ્રમ્પે લખ્યું કે, આ કેટલાક તથ્યો છે જેના પર લોકોએ વિચાર કરવો જોઇએ.

ભારતે અમારી સાથે વાત કરવી જોઈએ

ઓઇલના વેચાણ પરથી શ્રીમંતો નફો કમાય છે એવી થિયરી આપનાર ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ પણ ભારત સાથે વાતચીતનો સંકેત આપ્યો હતો. નાવારોએ કહ્યું હતું કે ભારતે અમારી સાથે વાતચીત કરવી જોઈએ. તેણે જાપાન, કોરિયા, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા અને યુરોપીયન યુનિયનની જેમ હજુ સુધી એવું કર્યું નથી. તેમને બસ એવું લાગે છે કે તેઓ અમારી સાથે પોતાની મનમાની ચાલુ રાખી શકે છે.

બે મહાન દેશ આ સમસ્યાનું ઉકેલ લાવશે

2 સપ્ટેમ્બરે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આખરે ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે અને તેમના મૂલ્યો રશિયા કરતા આપણા અને ચીનના વધુ નજીક છે. સ્કોટ બેસન્ટે એક પોઝિટિવ દૃષ્ટિકોણ સાથે કહ્યું કે, મને લાગે છે કે અંતે બે મહાન દેશો આ સમસ્યાનો ઉકેલ કાઢી લેશે. જોકે, સ્કોટ બેસન્ટે એ પણ કહ્યું કે ભારત રશિયાથી ઓઇલ ખરીદી કરીને અને તેને વેચીને યુક્રેનમાં ચાલી રહેલા રશિયન યુદ્ધને નાણાં પૂરાં પાડવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે.


  • Follow us on: