પીએમ મોદીએ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી. જેમાં ઓપરેશન સિંદૂરને લઇને ખાસ વાતચીત કરવામાં આવી હતી. લગભગ 35 મિનિટ સુધી વાત થઇ હતી. જેમાં ભારતે આતંકવાદને લઇને પોતાનું સ્પષ્ટ વલણ જણાવ્યું. આ વાતચીત દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને એમ પણ પૂછ્યુ કે શું તમે કેનેડાથી અમેરિકા આવી શકો છો. જો કે વ્યસ્તતાને કારણે પીએમ મોદીએ ટ્રમ્પના નિમંત્રણનો અસ્વીકાર કર્યો અને ટ્રમ્પને ભારત આવવા નિમંત્રણ આપ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું ભારત આવીશ. વિદેશ સચિવે આ માહિતી આપી છે.
તમે અમેરિકા આવી શકો છો ? -ટ્રમ્પ
પીએમ મોદીએ દ્રઢતાથી આતંકવાદને લઇને પોતાની વાત મૂકી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આતંકને ભારત યુદ્ધના રૂપમાં જોવે છે. ઇઝરાયલ-ઇરાન વચ્ચે તણાવને લઇને પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જી-7 સમિટને લઇને કેનેડા ગયા હતા. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ-ઇરાન યુદ્ધને કારણે તેઓ સમિટ છોડીને જતા રહ્યા હતા જેથી પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ ન હતી.
જો કે આ વચ્ચે પીએમએ એ સ્પષ્ટતા કરી કે ભારત-પાકિસ્તાન વચ્ચે અમેરિકાની મધ્યસ્થતાને લઇને કોઇવાતચીત થઇ નથી. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજી ચાલી જ રહ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે મધ્યસ્થતા ક્યારેય સ્વીકારી નથી અને સ્વીકારીશું પણ નહી.
ટ્રમ્પના આગ્રહ પર થઇ વાતચીત- વિદેશ સચિવ
વિદેશ સચિવે એમ પણ કહ્યું કે ટ્રમ્પના આગ્રહ પર પીએમ મોદીએ વાતચીત કરી હતી. જો કે આ વાતચીતમાં ટ્રેડ ડીલ પર કોઇવાતચીત થઇ નથી., પીએમ મોદીએ કહ્યું કે ભારત આતંકવાદને લઇને પોતાનો સંકલ્પ બતાવ્યો. રશિયા અને યુક્રેન યુદ્ધ પર પણ વાતચીત થઇ હતી.