વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્યોની મુલાકાત લીધી છે. હિમાચલની મુલાકાત લીધા બાદ વડાપ્રધાને પૂરગ્રસ્ત પંજાબ માટે 1,600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે, જે રાજ્યના ખજાનામાં પહેલાથી જ હાજર 12,000 કરોડ રૂપિયા ઉપરાંત છે. આ સાથે જ પંજાબમાં SDRF અને PM કિસાન સન્માન નિધિનો બીજો હપ્તો ટૂંક સમયમાં અગાઉથી રિલિઝ કરવામાં આવશે.


પ્રાણીઓ માટે મીની-કીટનું વિતરણ

આ સાથે મૃતકોના પરિવારો માટે પ્રત્યેકને 2 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સમગ્ર પ્રદેશ અને રાજ્યના લોકોને મદદ કરવા માટે બહુ-પરિમાણીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘરોનું પુનર્નિર્માણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નવીનીકરણ, નાશ પામેલી શાળાઓનું પુનર્નિર્માણ, પીએમએનઆરએફ દ્વારા રાહત પૂરી પાડવા તેમજ પ્રાણીઓ માટે મીની-કીટનું વિતરણ જેવા પગલાંનો સમાવેશ થશે.

મૃતકો અને ઘાયલોના પરિવારોને મદદ પૂરી પાડવામાં આવશે

ખેડૂત સમુદાયને મદદ કરવી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. આ માટે ખાસ કરીને એવા ખેડૂતોને વધારાની નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે, જેમની પાસે હાલમાં વીજળી કનેક્શન નથી. રાજ્ય સરકારના ચોક્કસ પ્રસ્તાવ મુજબ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પ્રોજેક્ટ મોડ પર એવા બોરવેલના સમારકામ માટે મદદ પૂરી પાડવામાં આવશે. જે કાંપથી ભરાઈ ગયા છે અથવા ધોવાઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ પૂરગ્રસ્ત પંજાબમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અગાઉ, પીએમ મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.

વડાપ્રધાને ગુરદાસપુરમાં એક બેઠક યોજી

પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદી હવાઈ સર્વેક્ષણ કર્યા પછી રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંના એક ગુરદાસપુર પહોંચ્યા. આ પહેલા વડાપ્રધાને હિમાચલની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. ગુરદાસપુરમાં, વડાપ્રધાન મોદીએ પૂરગ્રસ્ત લોકો તેમજ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ટીમોને મળ્યા. વડાપ્રધાને ગુરદાસપુરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક સત્તાવાર બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી.

  • Follow us on: