વડાપ્રધાન મોદી 20 જૂને ઓડિશાના પ્રવાસ પર જશે. વડાપ્રધાનનો આ પ્રવાસ 5 દિવસની વિદેશયાત્રા બાદ યોજાવવા જઈ રહ્યો છે. આ દરમિયાન તેઓ જળ, રેલવે, ઊર્જા, સ્વાસ્થ્ય, રસ્તા અને સ્વચ્છતા સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન એક દિવસના પ્રવાસ દરમિયાન 2,750 કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓનો શુભારંભ કરશે.
નવી ટ્રેનોની શરૂઆત પણ કરવામાં આવશે
તેમાં સરલા-સાસનની વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઈન, 73 કિલોમીટર લાંબી સોનપુર-પુરૂનફાટક રેલવે લાઈનનું ઉદ્ઘાટન અને અન્ય રેલવે યોજનાનોઓ સમાવેશ થાય છે. આ ઓડિશાના પશ્ચિમી વિસ્તારના વિકાસ અને રેલવે નેટવર્કમાં સુધારો કરશે. તેની સાથે જ નવી ટ્રેનોની શરૂઆત પણ કરવામાં આવશે. આ સિવાય વડાપ્રધાન દ્વારા નવી ટ્રેન (18313/18314) બૌધ-ભુવનેશ્વર ન્યૂ-બૌધ સાપ્તાહિક એક્સપ્રેસ અને (18311/18312) સંબલપુર-બૌધ-સંબલપુર સાપ્તાહિક એક્સપ્રેસ છે, આ ટ્રેન શરૂ થવાથી રેલવે કનેક્ટિવિટી સારી થશે.
રાજ્ય સરકાર તરફથી સમગ્ર તૈયારી કરી લેવામાં આવી
ઓડિશામાં ભાજપ પાર્ટીને 1 વર્ષ પૂરૂ થવાના અવસર પર 20 જૂને આયોજિત ભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ભુવનેશ્વર એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ જનતા મેદાન સુધી રોડ શો કરશે. તેના માટે ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર તરફથી સમગ્ર તૈયારી કરી લેવામાં આવી છે. વડાપ્રધાન મોદીનો સાંજે 4.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધીનો સંબોધન કાર્યક્રમ છે.