મુંબઇમાં ધોળેદિવસે બાળકોના અપહરણનો મામાલો સામે આવ્યો છે. આરએ સ્ટુ઼ડિયોની પહેલા માળ પર જ્યાં એક્ટિંગના ક્લાસ ચાલે છે, ત્યાં બાળકને બંધક બનાવવામાં આવ્યા છે. બાળકો બારીની બાર જોતા દેખાયા.પોલીસ મોટી સંખ્યામાં ઘટના સ્થળે હાજર છે અને આરોપીની ઓળખાણ અને બંધક બનાવવાનુ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઓડિશનના બહાને બોલાવી બનાવ્યા બંધક
મળતી માહિતી પ્રમાણે આ ઘટના આર એ સ્ટૂડિયોમાં થઇ. જ્યાં પહેલા માળ પર એક્ટિંગ ક્લાસિસ ચલાવે છે. જાણવા મળ્યા મુજબ આશરે 100 બાળકોને અહિંયા ઓડિશન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્ટુડિયોમાં કામ કરતા અને યુટ્યુબ ચેનલ ચલાવનાર રોહિતે 15 થી 20 બાળકોને બંધક બનાવી લીધા હતા. બાળકો બારી માંથી હાથ હલાવીને મદદ માંગતા જોવા મળ્યાય પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
80 બાળકોને પરત મોકલી બાકીનાને બંધક બનાવી રાખ્યા
માહિતી મુજબ છેલ્લા ચારથી પાંચ દિવસથી તે અહીં ઓડિશન લઈ રહ્યો હતો. આજે તેણે લગભગ 80 બાળકોને પરત મોકલી દીધા, પરંતુ બાકી રહેલા બાળકોને રૂમમાં બંધ કરી દીધા. બાળકો બારીથી બહાર જોતા નજર આવ્યા, જેના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો અને સ્ટુડિયો નીચે મોટાં પ્રમાણમાં લોકો એકઠાં થયા બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. હાલ આરોપી પોલીસ પકડમાં છે.
સ્ટુડિયોમાં 15થી 20 બાળકો હતા બંધક
માહિતી મળતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. પોલીસે સ્ટુડિયોને ચારેય બાજુથી ઘેરી લીધો હતો અને ધરપકડ કરાયેલા આરોપીએ આવું શા માટે કર્યુ તે જાણવાની કોશિશ કરી રહી છે. હજી સુધી આ સ્પષ્ટ થયું નથી કે આરોપીની માંગ શું છે.પરંતુ હાલ દરેક બાળકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા છે. અને પોલીસે આરોપી રોહિતની ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે આરોપીને માનસિક રોગી ગણાવી રહી છે.