બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. ત્યારે આજે પીએમ મોદીએ મુઝફ્ફરપુરના મોતીપુરમાં જાહેર સભાને સંબોધિત કરી. તેઓએ કહ્યું કે છઠ્ઠ મૈયાની પૂજામાં માની ભક્તિ છે. છઠ પૂજા બિહાર જ નહીં પણ આખા દેશનું ગૌરવ છે. છઠને યુનેસ્કોની લિસ્ટમાં સામેલ કરાવીશું, ભારત સહિત દુનિયાભરમાં છઠ પર્વનું ગૌરવ વધારીશું.













