સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, જ્યારે સ્વતંત્રતા સેનાનીઓએ ગોળીઓનો સામનો કર્યો, ત્યારે તેઓ રાજકારણમાં પ્રવેશતા ઈંડાથી કેમ ડરે?

વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટનો મામલો 

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એક વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટના સંદર્ભમાં ઓનલાઈન પોલીસ સમક્ષ હાજર થવાની તેમની વિનંતીને ફગાવી હતી. કેસની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે મોઇત્રાને સખત ઠપકો આપતા કહ્યું કે, રાજકારણમાં પ્રવેશ્યા પછી, તેમને ઈંડાથી ડરવાની જરૂર નથી. જસ્ટિસ દીપાંકર દત્તા અને શીલ નાગુની બેન્ચે મોઇત્રાની ચિંતાઓને ફગાવી દીધી કે જો તેઓ પોલીસ સ્ટેશન જશે તો તેમના પર ઈંડા ફેંકવામાં આવશે.

શુ હતો મામલો ?

આ કેસ આ વર્ષે જૂનનો છે. ભાજપના એક નેતાની ફરિયાદના આધારે મોઇત્રા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા બે વીડિયોમાં ભડકાઉ ટિપ્પણી કરી હતી. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપના સમર્થકો કથિત રીતે કૃષ્ણનગરમાં કોર્ટની બહાર ટામેટાં અને ઇંડા લઈને મોઇત્રા પર ફેંકવા માટે ભેગા થયા હતા. આ મામલે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યુ હતુ. 

વકીલોએ શુ કરી દલીલ ?

વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણન સુપ્રીમ કોર્ટમાં મહુઆ મોઇત્રાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે મોઇત્રાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તપાસ અધિકારી સમક્ષ હાજર થવા દેવામાં આવે. જ્યારે કોર્ટે પૂછ્યું, "કેમ વર્ચ્યુઅલી?" "શું તમે સાંસદ છો તેથી?" વકીલે ટોળાના હુમલાનો ડર વ્યક્ત કર્યો. તેણીએ દલીલ કરી, "કાયદા હેઠળ મને અધિકાર છે. પોલીસ નોટિસ મુજબ, મારે મારા પોતાના મતવિસ્તારના પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. છેલ્લી વખત જ્યારે હું ત્યાં ગઈ હતી, ત્યારે મને ઇંડા ફેંકવાની ધમકી આપવામાં આવી હતી, અને બીજી વખત ખરેખર ઇંડા ફેંકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરોનો મોટો હુમલો, 58 યમન સૈનિકના મોત, 11 ઘાયલ