વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંગદાન અને પરોપકારનો મહત્વપૂર્ણ સંકલ્પ એક રાજ્યના મુખ્યમંત્રીએ કર્યો છે. તેમણે પોતાના શરીરના વિવિધ અંગો અને પેશીઓનું મહાદાન કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાની નવી કિરણ ઊભી થઈ શકે છે.

કયા અંગોનું દાન કરશે?

આ મુખ્યમંત્રી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા..મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હૃદય, આંતરડું, અગ્નાશય, લિવર, કિડની, ફેફસાં, હાથ અને આંખોની કોર્નિયા દાન કરવાનો સંકલ્પ લીધો છે. આ ઉપરાંત તેમણે હાડકાં, હાર્ટ વાલ્વ, ત્વચા, કાર્ટિલેજ, લિગામેન્ટ, ટેન્ડન, રક્તવાહિનીઓ અને એમનિયન જેવી પેશીઓના દાનની પણ જાહેરાત કરી છે.

અંગદાન અંગે જાગૃતિનો પ્રયાસ

મુખ્યમંત્રીના આ નિર્ણયને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. સમાજમાં અંગદાનને લઈને રહેલી ગેરસમજો અને ભ્રમ દૂર કરવા માટે આવા સંકલ્પો પ્રેરણારૂપ બની શકે છે. આ પગલાથી વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

‘જનસેવા જ રાષ્ટ્રસેવા’

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંદેશ આપવામાં આવ્યો છે કે જનસેવા અને પરોપકાર રાષ્ટ્રસેવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. અંગદાનનું આ સંકલ્પ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં મદદરૂપ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત