દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શનને લઈને ભાજપે પત્રકાર પરિષદ યોજી વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં દિલ્હીમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હીને બાનમાં લેવાનો પ્રયાસ

સંબિત પાત્રાએ કહ્યું કે દિલ્હીમાં અરાજકતા ફેલાવવાની અને દેશની રાજધાનીને બાનમાં લેવાની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે જંતરમંતરની કહાની ભારતની કહાની નથી. રાજધાનીમાં આગજની કરીને દેશની સ્થિતિ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભીડતંત્ર પર લોકતંત્રની જીત થઈ છે.

રાહુલ ગાંધીને ‘નાલાયક નેતા’ કહ્યા

સંબિત પાત્રાએ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીના નિવેદનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે કેટલાક રાજકીય નેતાઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. ત્યાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન ‘નાલાયક નેતા’ જેવું હતું. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિને રસ્તા પરના વિરોધ પ્રદર્શનમાં ઘસડી લાવવાનો પ્રયાસ કર્યો હતો. સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને ઉચ્ચ પદ પર બેસવાને લાયક ન ગણાવ્યા હતા.

https://x.com/ANI/status/2108846798660157639 


વોટ ચોરીના પુરાવા ક્યાં છે?

સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો અંગે સવાલ કરતાં કહ્યું કે જો તેમની પાસે વોટ ચોરીના પુરાવા હતા, તો તેમણે રાષ્ટ્રપતિને કેમ બતાવ્યા નહીં? જો પુરાવા હતા, તો સુપ્રીમ કોર્ટમાં કેમ રજૂ કર્યા નહીં? તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કહેવાથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, તો પછી તેમણે પુરાવા કેમ રજૂ ન કર્યા? રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધી પર ખોટું બોલવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

ફેક ન્યૂઝ અને ઈવીએમ મુદ્દે પણ પ્રહાર

સંબિત પાત્રાએ ફેક ન્યૂઝના માધ્યમથી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અભિષેક બેનર્જી અને મમતા બેનર્જી પર પણ ખોટું બોલવાનો આક્ષેપ કર્યો હતો.

પેટાચૂંટણીઓમાં ભાજપની જીત 

તેમણે વધુમાં કહ્યું કે પેટાચૂંટણીઓમાં ભાજપની જીત થઈ ત્યારે વિરોધ પક્ષોએ ઈવીએમમાં છેડછાડના આરોપો લગાવ્યા હતા. આ મુદ્દે પણ તેમણે વિરોધ પક્ષોની ટીકા કરી હતી.  


આ પણ વાંચો  :   Nana Patekar : નાનાએ કર્યું પત્રકારનું ‘એન્કાઉન્ટર’! પહેલા રંગમંચ પરથી ધક્કો મારીને મને ઉતાર્યો અને...Video