દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે, જેમાં ઉત્તરપૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના નેતા આશુતોષ રંકા પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવતા CJP નેતાના નિવેદન બાદ ભાજપના સાંસદ ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતા. તિવારીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કટાક્ષ કર્યો હતો કે તેમને બિલકુલ અપેક્ષા નહોતી કે આ લોકો આટલી ઝડપથી પોતાનો અસલી ચહેરો બતાવશે અને પોતાની છબી ખરાબ કરશે.

વિરોધ પ્રદર્શન, અટકાયત અને કૌટુંબિક દુઃખનો વિવાદ

સમગ્ર વિવાદની શરૂઆત ૧૦ ઓક્ટોબરના રોજ થઈ હતી, જ્યારે કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે દિલ્હીમાં એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જોકે, CJP ના નેતાઓ દિલ્હી પહોંચ્યા કે તરત જ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પાર્ટીના ત્રણ મુખ્ય સભ્યો—અભિજીત દીપક, આશુતોષ રંક અને સૌરવ દાસની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
https://x.com/lord_geopolitic/status/2109262481218781695?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109262481218781695%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અટકાયત દરમિયાન અભિજીત દીપકને ખબર પડી કે તેમના વતનમાં તેમની દાદીનું નિધન થયું છે. આ ઘટના બાદ CJP એવો દાવો કર્યો હતો કે અભિજીત દીપક વારંવાર પોતાના પરિવાર અને ભાઈ સાથે ફોન પર વાત કરવા દેવા વિનંતી કરી રહ્યા હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ કોઈ જ માનવતા કે સંવેદનશીલતા દર્શાવ્યા વિના ના પાડી દીધી હતી.પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોતે પોલીસ આ નિધનના સમાચાર આપે છે. એને પાણી આપીને સાંતવના પણ આપી હતી.

પોલીસનો સફાઈ વીડિયો અને તિવારીનો પલટવાર

11 ઓક્ટોબરે આશુતોષ રંકાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે આ દાવાઓને ફગાવી દેતો એક વીડિયો જાહેર કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે અભિજીત દીપકને તેમના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી આપી હતી, પરંતુ તેમણે પોતે જ વાત કરવાની ના પાડી દીધી હતી.

આ વીડિયો સામે આવ્યા બાદ મનોજ તિવારીએ CJP ને ઘેરી હતી. તિવારીએ કહ્યું, "આ કોક્રોચ પાર્ટીનો સાચો ચહેરો છે. જૂઠું બોલવાની બાબતમાં આ લોકો અરવિંદ કેજરીવાલ કરતા પણ આગળ નીકળી ગયા છે, આ તો કેજરીવાલના પણ પિતા છે." તેમણે ઉમેર્યું કે રાજકીય રોટલા શેકવા માટે આટલી હદે જૂઠું બોલવું અત્યંત શરમજનક છે. હાલમાં આ મુદ્દે દિલ્હીના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ Riyadh Airport હુમલાના ભયાનક CCTV આવ્યા સામે, જોઇને તમારાં રૂવાડાં ઉભા થઇ જશે