મહેબૂબા મુફ્તીએ કાશ્મીરીઓ સામે પાકિસ્તાન સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવી પ્રહાર કર્યા છે. 

મહેબુબા મુફ્તીએ કાર્યવાહીની નિંદા કરી

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરના અન્ય ભાગોમાં LoC પારથી બહાર આવતી તસવીરો હૃદયદ્રાવક છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે બળનો આ ઉપયોગ દુ:ખદ છે. મુફ્તીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, પાકિસ્તાની સરકારે માનવતાવાદી અને વાતચીતલક્ષી અભિગમ અપનાવવો જોઈતો હતો. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રદર્શનકારીઓની માંગણીઓ કાયદેસર છે અને તેમને સાંભળવા જોઈએ.

મુફ્તીએ કાશ્મીરીઓના અધિકારો વિશે વાત કરી

તેણીએ આગળ લખ્યું, "કોઈ પણ રાષ્ટ્ર પોતાના લોકોના અવાજને બળનો ઉપયોગ કરીને દબાવીને મજબૂત બનતું નથી. સરકારે આ કાર્યવાહી બંધ કરવી જોઈએ અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર બંધ કરવો જોઈએ." મુફ્તીએ વધુમાં કહ્યું કે કાશ્મીરીઓ પણ આદર અને ન્યાયના હકદાર છે, અને તેમના અવાજોને દબાવવા નહીં, સાંભળવા જોઈએ.

શુ છે સમગ્ર મામલો ? 

નોંધનીય છે કે પીઓકેમાં 27 જુલાઈએ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, અને સ્થાનિક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. સૌથી મોટો વિવાદ અહીંની 12 અનામત બેઠકો પર છે. લોકોનો આરોપ છે કે પીઓકે વિધાનસભામાં શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકોનો ઉપયોગ કઠપૂતળી સરકાર લાદવા માટે થઈ રહ્યો છે. આનાથી પીઓકેમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે લોકોનો ગુસ્સો ભડકી રહ્યો છે. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.

આ પણ વાંચોઃ PoKથી બલૂચિસ્તાન સુધી હિંસામાં 1400થી વધુના મોત, ભારતે કહ્યું, આ પાકિસ્તાની દમનનું પરિણામ