આ આરોપોમાં ભ્રષ્ટાચાર, દારૂ સંબંધિત અનિયમિતતાઓ, કાયદો અને વ્યવસ્થા અને ફોજદારી કેસોનો સમાવેશ થાય છે. 

તમિલનાડુ વિધાનસભામાં ગરમાવો 

મુખ્યમંત્રી જોસેફ વિજયે કહ્યું છે કે, કોઈ રાજ્યની પ્રગતિ ફક્ત રસ્તાઓ બનાવવા અથવા ઉદ્યોગો સ્થાપવાથી નક્કી થતી નથી. સાચી પ્રગતિ એમાં રહેલી છે કે દરેક નાગરિક તે રાજ્યમાં કેટલો સુરક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, જો કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવવામાં આવે, તો ઔદ્યોગિક રોકાણ આવશે. રોજગારની નવી તકો ઊભી થશે, અને મહિલાઓ અને યુવાનો શિક્ષણ અને રોજગારમાં મુક્તપણે ભાગ લઈ શકશે.

કાયદા સામે બધા સમાન છેઃ સીએમ વિજય

સીએમ વિજયે કહ્યું કે, હું આ ગૃહમાં પોલીસ દળ અંગે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવવા માંગુ છું. પોલીસે કાયદાનું સન્માન કરનારાઓના નજીકના મિત્ર તરીકે કાર્ય કરવું જોઈએ, જ્યારે કાયદાનો ભંગ કરનારાઓ અને અન્યના અધિકારોનું ઉલ્લંઘન કરનારાઓ માટે મજબૂત દુશ્મન તરીકે કાર્ય કરવું જોઈએ. પોલીસ અધિકારીમાં આ બંને ગુણો હોવા જોઈએ. તમિલનાડુ વિધાનસભા સત્રને સંબોધતા સીએમ જોસેફ વિજયે કહ્યું હતુ કે જે કોઈ દોષિત હશે, ભલે તે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલ હોય, તેના પર કાર્યવાહી કરાશે. કારણ કે, કાયદા બધા માટે સમાન છે. 

મહિલાઓની સુરક્ષા પ્રાથમિકતાઃ સીએમ વિજય 

મુખ્યમંત્રી વિજયે જણાવ્યું કે તેમની રાજકીય જીત પાછળ મહિલાઓ મુખ્ય કારણ હતી અને ચેતવણી આપી હતી કે તેઓ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓને સહન કરશે નહીં. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, કઠોર રાજકીય ટીકા થઈ શકે છે, પરંતુ મહિલાઓ વિરુદ્ધ કોઈ અપમાનજનક ટિપ્પણીઓ ન હોવી જોઈએ. જોસેફ વિજયે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડીએમકે પર પાર્ટી ફંડ દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. 

https://twitter.com/ANI/status/2096824621031170261

ડીએમકે સામે લાલ આંખ 

સીએમ વિજયે કહ્યું હતુ કે, ડીએમકેએ મને પડકાર ફેંક્યો છે કે હું ત્રણ વિભાગીય ફાઇલો ખોલું જે મેં અગાઉની ડીએમકે સરકાર દરમિયાન ભ્રષ્ટ હોવાનું કહ્યું હતું. તે ખોલતા પહેલા, હું 1988 માં ડીએમકે સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર પર સરકારિયા કમિશનનો રિપોર્ટ વાંચવા માંગુ છું. તેના અહેવાલમાં, સરકારિયા કમિશને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ પર મુખ્યમંત્રી તરીકેના તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડીએમકે પર પાર્ટી ફંડ દ્વારા ભ્રષ્ટાચારનો પણ આરોપ મૂક્યો છે. 

ડીએમકે પર સીએમ વિજયના આકરા પ્રહાર 

EDએ ઉલ્લેખ કર્યો છે કે ભૂતકાળની સરકાર દરમિયાન, મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને મંત્રી સેન્થિલ બાલાજીએ પાર્ટી ફંડના નામે પૈસા એકઠા કર્યા હતા. સીએમ વિજયે વધુમાં કહ્યુ હતુ કે, ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી અને તેમના સહયોગીઓએ દરેક TASMAC દુકાનમાંથી ₹10 થી ₹100 સુધીના પૈસા ઉઘરાવ્યા હતા. તેઓ 'કરુર ગેંગ' તરીકે જાણીતા હતા અને આ ભ્રષ્ટાચાર સંગઠિત રીતે કરતા હતા. જ્યાં પણ ડીએમકે હશે. 

આ પણ વાંચોઃ  તાવ ઉતરી ગયા પછી પણ છાતીમાં રહે છે જકડન, જાણો લક્ષણો અને ઉપાયો