હિંદ મહાસાગરમાં નૌકાદળ સંકલન, ઉભરતી લશ્કરી તકનીકો, ડિજિટલ પરિવર્તન અને વ્યૂહાત્મક સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરાયુ હતું.

વિદેશ મંત્રી એસ.જયશંકરની સોશિયલ મીડિયા પોસ્ટ 

વિદેશ મંત્રી એસ. જયશંકરે 4 ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં યુનાઇટેડ સ્ટેટ્સ પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ જે. પાપારો સાથે મુલાકાત કરી હતી, જ્યાં સુરક્ષા ભાગીદારી અને દરિયાઈ સહયોગને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. એડમિરલ સેમ્યુઅલ જે. પાપારો છ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત પહોંચ્યા હતા. ભારતમાં યુએસ એમ્બેસેડર સેર્ગીયો ગોર પણ હાજર હતા. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, યુએસ પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ જે. પાપારોને મળીને આનંદ થયો. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણી સુરક્ષા ભાગીદારી અને દરિયાઈ સહયોગને આગળ વધારવા પર ચર્ચા કરી હતી. 

ટેકનોલોજીકલ સ્પર્ધાને સંબોધવાનો સમાવેશ

એડમિરલ સેમ્યુઅલ જે. પાપારો શનિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતમાં આગમન પર સર્જિયો ગોરે એડમિરલ પાપારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. તેમની મુલાકાત દરમિયાન, એડમિરલ પાપારો ભારતીય અધિકારીઓ સાથે બંને દેશોની સહિયારી સુરક્ષા પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે. જેમાં ડિજિટલ પરિવર્તન અને નવી ટેકનોલોજીનો ઉપયોગ, ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થિરતા જાળવવા, સંરક્ષણ ક્ષેત્રમાં ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા અને ઝડપથી વધતી ટેકનોલોજીકલ સ્પર્ધાને સંબોધવાનો સમાવેશ થાય છે.

યુએસ દૂતાવાસનુ નિવેદન 

ભારતમાં યુએસ દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજીથી લઈને દરિયાઈ સુરક્ષા સુધી, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત એક એવી સંરક્ષણ ભાગીદારી બનાવી રહ્યા છે જે ભવિષ્યના પડકારોનો સામનો કરવા સક્ષમ છે." દૂતાવાસે ઉમેર્યું હતું કે, "એડમિરલ પાપારોની મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત મુખ્ય સંરક્ષણ ભાગીદારી દર્શાવે છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકાની લાંબા સમયથી રહેલી હાજરી અને હિતોને પુનરાવર્તિત કરે છે.

સંયુક્ત કામગીરીમાં બંને સેનાઓ વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ 

ભારતીય સેનાના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફર્મેશનએ X પર લખ્યું, 28 સપ્ટેમ્બરના રોજ, USARPACના ડેપ્યુટી કમાન્ડિંગ જનરલ, લેફ્ટનન્ટ જનરલ જોએલ બી. વોવેલે આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ સાથે મુલાકાત કરી હતી. બંનેએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકસતી સુરક્ષા પરિસ્થિતિ અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા માટેની તકો પર ચર્ચા કરી હતી. ભારતીય સેનાએ જણાવ્યું, મીટિંગમાં સંયુક્ત તાલીમ અને લશ્કરી કવાયતો દ્વારા બંને સેનાઓની સાથે મળીને કાર્ય કરવાની ક્ષમતાઓ વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી. યુદ્ધ અભ્યાસની સફળતાએ સંયુક્ત કામગીરીમાં બંને સેનાઓ વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ દર્શાવ્યો અને લશ્કરી સહયોગને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હતો. 

આ પણ વાંચોઃ નેપાળમાં મહિલા સરકારી કર્મચારીઓ માટે પીરિયડ લીવની જાહેરાત