બિહાર વિધાનસભા ચૂંટણી 2025 શરુઆતથી જ રસપ્રદ બની છે. આ વખતે ચૂંટણીમાં જાતિ અને મનોરંજન બન્ને પાસાઓ જોવા મળશે.

ચૂંટણી પહેલા ખેંચતાણની રમત શરુ

બિહાર ચૂંટણી પહેલા ખેંચતાણની રમત શરુ થઇ ગઇ છે. જાતિ આધારિત રાજનીતિ કર્યા બાદ પક્ષ હવે મતદાતાઓ શોધવામાં લાગ્યુ છે. હવે આ કડીમાં ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપમાં ફરી એન્ટ્રી થઇ છે. તો તેજસ્વી યાદવ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. લાલૂ પરિવારની નજીકના વ્યક્તિમાં ખેસારી લાલ યાદવ આરજેડીમાં પ્રવેશ કરી શકે છે. ખેસારીએ આરજેડી ચૂંટણી અભિયાન માટે ગીતો પણ લખ્યા છે. અને પોતાના સુર પણ આપ્યા છે. વર્ષ 2020માં ખેસારી લાલે 'તેજસ્વી સરકાર' માટેનું ગીત પણ ગાયુ હતુ.

મનોરંજન અને સેલિબ્રેટી ફેક્ટર

બિહારની રાજનીતિમાં હવે માત્ર જાતિગત સમીકરણ અને ખેંચતાણ નહી પણ મનોરંજન અને સેલિબ્રેટી ફેક્ટર જામી ચુક્યુ છે. ભાજપે ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા કલાકાર પવન સિંહને એનડીએમાં સામેલ કરીને મોટો દાંવ રમ્યો છે. પવન સિંહના પ્રવેશ બાદ રાજપૂત વોટર્સ અને યુવાઓનું વલણ ભાજપ માટે સકારાત્મક થઇ શકે છે. હવે આ સાથે આરજેડીમાં પણ ખેસારી લાલ યાદવનો પ્રવેશ થઇ શકે છે.

બિહાર રાજનીતિના વિશ્લેષકોના મત

બિહાર રાજનીતિના વિશ્લેષકોના મત પ્રમાણે ભાજપ અને આરજેડીમાં કલાકારોની એન્ટ્રી મત મેળવવાની સાથે જાતિ આધારિત રાજનીતિ પણ જોવા મળી રહી છે. પવન સિંહની ભાજપમાં એન્ટ્રી એટલે ભાજપ માટે રાજપૂત મતોનો વરસાદ તો ખેસારી લાલાનો આરજેડીમાં પ્રવેશ એટલે યાદવ વોટબેંક મળવી. આરજેડીમાં તેજસ્વી યાદવના એમ-વાય સમીકરણને વિસ્તાર આપશે. ખેસારી લાલની છવી જમીન સાથે જોડાયેલી અને યુવાઓમાં પ્રખ્યાત છે. તો આ તરફ, પવન સિંહ ભાજપમાં પ્રવેશ કરતા આરજેડી પર દબાણ વધશે.  

  • Follow us on: