બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ ગતિવિઘિઓની સમિક્ષા કરી હતા. અને અધિકારીઓની પ્રશંસા કરી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનરની પત્રકાર પરિષદ
Also Read
Bihar Assambly Elections 2025: રાજનૈતિક સંગ્રામમાં બન્ને ભાઇઓ આમને-સામને, સંબંધો ભૂલીને કરી રહ્યા છે પ્રહાર
Bihar Assambly Election 2025: સંબોધન દરમિયાન Tej Pratap Yadavએ તેજસ્વી યાદવ અને Rahul Gandhi પર કર્યા પ્રહાર
Bihar Assembly Election 2025: પ્રશાંત કિશોરની તુલના Chirag Paswanએ અરવિંદ કેજરીવાલ સાથે કેમ કરી, જાણો શું છે કારણ?
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, મતદાનની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મોટાપાયે બદલાવ કરવામાં આવ્યા છે. તેમાં ટેક્નોલોજીનો પણ સહારો લેવામાં આવ્યો છે. દરેક બૂથ પર 1200થી વધુ મતદાતાઓ નહી હોય. મતદાન માટે તમામ પ્રકારની સુવિધા આપતા હોવાનું પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યુ હતુ. આ ઉપરાંત ઉમેદવારની રંગીન ફોટો કાર્ડ પર લગાવવામાં આવશે. તમામ ચૂંટણી પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેમ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યુ હતુ.
ભોજપુરી અને મૈથિલમાં લોકોનું અભિવાદન
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યુ હતુ ક્, 90 હજાર 217 બૂથ લેવલ અધિકારીઓએ સુંદર કાર્ય કર્યુ છે. પૂર્ણ દેશમાં બનનાર બૂથ લેવલ ઓફિસર માટે બિહાર પ્રેરણાદાયી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મતદાતાઓને અભિનંદન આપ્યા હતા. સ્થાનિક ભાષામાં અભિવાદન કરતા પત્રકાર પરિષદમાં હળવો માહોલ સર્જાયો હતો.
ચૂંટણી પંચે કરી મતદાનની અપીલ
ચૂંટણી પંચે બિહારમાં બેઠક યોજી હતી. બાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સાથે એસ.એસ.સંધુ અને વિનીત જોશીએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી પંચનો બિહાર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. તેઓએ પત્રકાર પરિષદમાં મતદાન અંગેની સુવિધા વિશે જણાવ્યુ હતુ. અને સાથે જ મતદાતાઓને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાન કરવા અપીલ કરી હતી.










