બિહાર એસઆઇઆર અને વોટ ચોરીના મામલે છેલ્લા ઘણા સમયથી દેશનું વાતાવરણ ગરમાયેલું છે તેવા સંજોગોમાં મુખ્ય ચૂંટણી પંચે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે રાહુલ ગાંધી એફિડેવીટ કરે અથવા દેશની માફી માગે. તેમણે કહ્યું કે 7 દિવસમાં આરોપ લગાવનારે એફિડેવીટ કરવું જોઇએ. રાહુલ ગાંધીએ પીપીટીમાં ખોટા આંકડા દર્શાવ્યા છે અને મતદારોને અપરાધી ગણવા તે બર્દાશ્ત નહી કરાય. 7 દિવસમાં જો એફિડેવીટ નહી કરે તો તેમણે લગાવેલા તમામ આરોપ નિરાધાર માનવામાં આવશે તેમ ચૂંટણી પંચે કહ્યું હતું.
ઇઆરઓ સમક્ષ તમારે શપથ લેવા પડશે
મુખ્ય ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પંચ અને મતદાતાઓ પર ચોરીનો આરોપ લગાવો છો તો ગ્રેડીંગનો ફરક છે. જો તમે કોઇ વિસ્તારના મતદાતા નથી અને ફરિયાદ કરવા માગો છો તો ઇઆરઓ સમક્ષ તમારે શપથ લેવા પડશે.
CEC જ્ઞાનેશ કુમાર શું કહ્યું?
મુખ્ય ચૂંટમી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે વોટ ચોરી જેવા શબ્દો ભ્રમજક અને જૂઠા છે. આ પ્રકારના આરોપો ચૂંટણી પંચની પ્રતિષ્ઠા પર ડાઘ છે અને એવો પ્રયાસ કરીને જાહેર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે, તે ભારતના બંધારણનું અપમાન ગણાય.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સંખ્યા
તેમણે કહ્યું કે દેશભરમાં 1 કરોડથી વધુ કર્મચારી,10 લાખ BLA (બૂથ લેવલ એજન્ટ), અને 20 લાખ ઉમેદવાર એજન્ટો કાર્યરત હોય છે. એમની આગળ કોઈ મતદાર "વોટ ચોરી" કરી શકે એ કલ્પના પણ અસંભવ છે.
મશીન રીડેબલ મતદાર યાદી અંગે સ્પષ્ટતા
જ્ઞાનેશ કુમારે કહ્યું કે મશીન રીડેબલ મતદાર યાદી શેર કરવી સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે વિરુદ્ધ છે. એવું કરવું પ્રાઇવસી ભંગ ગણાય છે. ફોટા બદલાય, ડેટા ફેરફાર થાય — આવું શક્ય છે, તેથી આવા ડેટાનો ઉપયોગ નિયમિત રીતે રોકવામાં આવે છે.
શપથપત્ર બાબતે શું કહ્યું?
જો કોઈ વ્યક્તિ તે વિસ્તારનો મતદાર નથી અને ફક્ત શંકા આધારિત આરોપ મૂકે છે, તો તેને ERO સમક્ષ શપથપત્ર આપવું પડશે. તમે કાયદા અનુસાર સાક્ષી તરીકે ફરિયાદ કરી શકો છો, પણ મતદાર નહીં હો તો સીધી ફરિયાદ માન્ય નહીં ગણાય.
મતદાર યાદીની પ્રક્રિયા શું છે?
પ્રથમ ડ્રાફ્ટ યાદી તૈયાર થાય છે, જેમાં દાવો અને વાંધાની પ્રક્રિયા થાય છે પછી અધિકારી નિર્ણય લે છે, અને પછી અંતિમ યાદી પ્રકાશિત થાય છે. અત્યાર સુધી 28,000 થી વધુ દાવા અને વાંધાઓ નોંધાયા છે. 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધીનો સમય દાવો અને વાંધા દાખલ કરવા માટે રાખવામાં આવ્યો છે. હજુ પણ 15 દિવસ બાકી છે, તમામ રાજકીય પક્ષોએ જો વાંધા હોય તો નિર્ધારિત ફોર્મમાં રજૂઆત કરવી જોઈએ.
આચરવામાં આવેલ શિસ્ત અને સમાનતા
ચૂંટણી પંચના મુખ્ય ચુંટણી કમિશ્નરે જણાવ્યું કે ચૂંટણી પંચ તમામ મતદારો ગરીબ, અમીર, વૃદ્ધ, મહિલા તમામ સાથે સમાનપણે ઊભું છે અને રહેશે. તમામ રાજકીય પક્ષો માટે ચૂંટણી પંચના દરવાજા સમાનપણે ખુલ્લા છે.