ભારતના ચૂંટણી પંચની આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ રીતે કહ્યું કે ચૂંટણી પંચ મતદાતાઓને તે સંદેશ આપવા માગે છે કે ભારતના બંધારણને અનુરુપ 18 વર્ષની ઉપરના નાગરીકે મતદાતા અવષ્ય બનવું જોઇએ અને મતદાન કરવું જોઇએ. કાયદા અનુરુપ દરેક રાજકીય પક્ષનો જન્મ ચૂંટણી પંચમાં રજીસ્ટ્રેશનથી થાય છે તો તે જ ચૂંટણી પંચ કેવી રીતે તેમની સાથે ભેદભાવ રાખી શકે. ચૂંટણી પંચ માટે કોઇ સત્તા પક્ષ કે વિપક્ષ નથી પણ દરેક પક્ષ સમકક્ષ છે. એસઆઇઆરની શરુઆત બિહારથી કરાઇ છે. અમે અમારા સંવૈધાનિક કર્તવ્યથી પાછળ નહી હટીએ. ચૂંટણી પંચે કહ્યું કે અમે ખોટા અને જૂઠા આરોપોથી ડરવાના નથી
ચૂંટણી પંચના ખભે બંદૂક મુકીને રાજકારણ
ચૂંટણી પંચે કહ્યું કે વોટ ચોરી શબ્દનો ઉપયોગ કરીને બંધારણનું અપમાન કરાયું છે અને વોટ ચોરી શબ્દનો પ્રયોગ કરી ભ્રમ પેદા કરાઇ રહ્યો છે. આ ચૂંટણી પંચના ખભે બંદૂક મુકીને રાજકારણ રમાઇ રહ્યું હોવાનો આરોપ ચૂંટણી પંચે લગાવ્યો હતો.
વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ અયોગ્ય
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે કાયદા મુજબ, જો યોગ્ય સમયમાં મતદાર યાદીઓમાં ભૂલો શેર ન કરવામાં આવે, જો મતદારે પોતાના ઉમેદવારની પસંદગી પછી 45 દિવસની અંદર ઉચ્ચ ન્યાયાલયમાં ચૂંટણી અરજી ન કરે, અને પછી 'વોટ ચોરી' જેવા ખોટા શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ભટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે તો એ ભારતના બંધારણનો અપમાન નથી તો શું છે?"
કોઈની વ્યક્તિગત પ્રાઇવસીનો ભંગ કરવો એ લોકોના અધિકાર વિરુદ્ધ છે
મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે થોડા દિવસ પહેલા જોયું કે ઘણા મતદારોની તસવીરો તેમની મંજૂરી વિના મીડિયામાં રજૂ કરવામાં આવી. તેમના પર આરોપ મુકવામાં આવ્યા, તેમનો ઉપયોગ રાજકીય હિત માટે કરવામાં આવ્યો. શું ચૂંટણી પંચે કોઈ પણ મતદાર — ભલે તે કોઈની માતા હોય, વહુ હોય કે પુત્રી તેમના CCTV વીડિયો જાહેર કરવા જોઈએ?" તેમણે વધુ સ્પષ્ટતા કરી કે જેઓના નામ મતદાર યાદીમાં છે, એ જ લોકો પોતાના પસંદના ઉમેદવારને મત આપતા હોય છે. એથી કોઈની વ્યક્તિગત પ્રાઇવસીનો ભંગ કરવો એ લોકોના અધિકાર વિરુદ્ધ છે.
SIR પ્રણાલીને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ
જ્ઞાનેશ કુમારે કહ્યું કે એક ગંભીર ચિંતાનું કારણ છે કે રાજકીય પક્ષોના જિલ્લાકક્ષાના અધ્યક્ષો અને તેમની તરફથી નિયુક્ત BLA દ્વારા મોકલાયેલા પ્રમાણભૂત દસ્તાવેજો અને વિગતો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી રહ્યા નથી, અથવા પછી જમીની હકીકતને અવગણીને ખોટી વાતો ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે બિહારના SIR (Special Summary Revision) અભિયાનને સફળ બનાવવામાં તમામ હિતધારકો પ્રતિબદ્ધ છે.
પ્રારંભિક મતદાર યાદી વિશે ચૂંટણી પંચ શું કહે છે?
મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે આ પ્રક્રિયામાં બધા મતદારો, બૂથ લેવલ ઓફિસર્સ (BLO) અને દરેક રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે નિયુક્ત BLA દ્વારા સંયુક્ત રીતે પ્રારંભિક યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે યાદી તૈયાર થઈ રહી હતી ત્યારે રાજકીય પક્ષોના સહીથી તે માન્ય બનાવી દેવાઈ હતી. તેમણે કહ્યું કે હવે જ્યારે આ યાદી બહાર આવી છે, ત્યારે તેમાં રહેલી ભૂલો સુધારવા માટે ફરીથી નિર્ધારિત સમયમર્યાદામાં તમામ મતદારો અને રાજકીય પક્ષોએ સહયોગ આપવો જોઈએ."
ચુંટણી પ્રક્રિયામાં 1 કરોડથી વધુ કર્મચારી છે: ચૂંટણી પંચ
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે લોકસભા ચૂંટણી જેવી વિશાળ પ્રક્રિયામાં 1 કરોડથી વધુ કર્મચારી, 10 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ (BLA), અને 20 લાખથી વધુ ઉમેદવારોના મતદાન એજન્ટ કામ કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આટલા મોટા પ્રમાણમાં લોકોની હાજરી અને એટલી પારદર્શી પ્રક્રિયા હોવા છતાં, શું કોઈ એક મતદાર વોટ ચોરી કરી શકે છે?"