ભારતીય ચૂંટણી પંચ (ECI) એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.


રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો

હકીકતમાં, રાહુલ ગાંધીએ નવી દિલ્હીના ઇન્દિરા ભવન ઓડિટોરિયમમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં વ્યાપક મત ચોરી થઈ હતી.

મતોમાં ગોટાળા

તેમણે ખાસ કરીને કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તાર અને મહારાષ્ટ્રના રાજુરા વિધાનસભા મતવિસ્તારનો ઉલ્લેખ કરીને કહ્યું કે ત્યાં હજારો મતોમાં ગોટાળા કરવામાં આવ્યા હતા.

કોઈપણ મત ઓનલાઈન કાઢી શકાતો નથી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ સમાપ્ત થયા પછી તરત જ ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી. પંચે જણાવ્યું હતું કે આરોપો પાયાવિહોણા છે. પંચે ઉમેર્યું હતું કે કોઈપણ મત ઓનલાઈન કાઢી શકાતો નથી.

ફક્ત ફોર્મ ભરવાથી નામ કપાતું નથી

ચૂંટણી પંચે જવાબ આપ્યો છે કે ફક્ત ફોર્મ ભરવાથી નામ કપાતું નથી અને મતદાતાનું નામ ઓનલાઇન ડિલીટ થતું નથી વોટર લિસ્ટમાંથી નામ હટાવાની નિષ્ફળ કોશિશ કરાઇ છે. 


2023માં FIR દાખલ

 પંચે એમ પણ જણાવ્યું હતું કે મત કાઢી નાખતા પહેલા, અસરગ્રસ્ત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે. 2023માં, આલાંદ વિધાનસભા મતવિસ્તારમાં મત કાઢી નાખવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા. ચૂંટણી પંચે પોતે આ મામલે FIR દાખલ કરી હતી. પંચના રેકોર્ડ મુજબ, આલાંદ બેઠક 2018માં ભાજપના સુભાષ ગુટ્ટેદાર અને 2023માં કોંગ્રેસના બીઆર પાટીલ જીત્યા હતા

  • Follow us on: