આ વખતના બજેટમાં યુવાઓના સ્કીલ પર વધુ ફોકસ કરાયુ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના જવાબ
લોકસભામાં બજેટ સત્રની ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો. અને આ બજેટ દરેક સેક્ટરમાં ફાયદાકારક હોવાનું કહ્યુ હતુ. નાણામંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, આ બજેટથી MSMEને ફાયદો થશે. મેડિકલ ક્ષેત્રે વધુ આધુનિકતા આવશે. તો સાથે જ મેડિકલ હબ પર સરકાર વધુ ધ્યાન આપી રહી છે. નાણામંત્રીએ જણાવ્યુ હતુ કે, રાજ્યના ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
'શિક્ષણ અને નોકરીની એકસાથે વ્યવસ્થા'
આ વખતના બજેટમાં યુવાઓના સ્કીલ પર વધુ ફોકસ કરાયુ છે. જેના કારણે તેઓ પોતાની રુચિ અને ક્ષમતા વિશ્વ સમક્ષ મુકી શકશે. ઇનફ્રાસ્ટ્રક્ચર પર પણ વધુ ભાર આપવામાં આવ્યો છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે તેથી તેમની માગ પર ખાસ ભાર મુકાયો છે. શિક્ષણ અને નોકરીની એકસાથે વ્યવસ્થા કરવામાં આવી હોવાની પણ નાણામંત્રીએ લોકસભામાં જણાવ્યુ હતુ.
'મેડિકલ ટૂરિઝમ પર ખાસ ધ્યાન'
25.24 લાખ ફંડ રાજ્યોને અપાશે. સેસ રાજ્યોમાં અપાય છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન ચર્ચા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સટાઇલ પાર્ક બનાવવા અંગે પણ ભાર મુક્યો હતો. અને તો સાથે જ શિપ યાર્ડથી સ્થાનિક કારોબારીઓને પણ ફાયદો મળવાનું નાણામંત્રીએ કહ્યુ હતુ. મેડિકલ ટૂરિઝમને પણ જોર આપવામાં આવ્યુ છે. બજેટ સત્રમાં ક્રેડિટની કોઇ કમી ન હોવાનું પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ.
આ પણ વાંચોઃ Thailand: શાળાના ડે-કેર સેન્ટરમાં ફાયરિંગ, 22 બાળકો સહિત 34 લોકોના મોત













