બન્ને દેશ વચ્ચેની મુલાકાત સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સુરક્ષા અને ટેકનોલોજીના મુદ્દાઓ પર ચર્ચા
પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત અંગે ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. આ મુલાકાત 27-28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ શકે છે. 2017 પછી પીએમ મોદીની ઇઝરાયલની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાતનો હેતુ ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. આ મુલાકાત ઇઝરાયલ પીએમ બેન્જામિન નેતન્યાહૂના આમંત્રણ પર થઈ રહી છે. બંને નેતાઓ સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજી જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
લશ્કર-એ-તૈયબાએ વધારી ચિંતા
પાકિસ્તાન પર હમાસને ટેકો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હમાસના પ્રતિનિધિઓ પાકિસ્તાનની ધરતી પર કેટલાક સ્થાનિક આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં જોવા મળ્યા છે. જે ભારત માટે નોંધપાત્ર ખતરો છે. લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સાથે હમાસના વધતા સંબંધોએ ઘણા દેશોમાં ચિંતા વધારી છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બન્ને દેશને આંતરિક સંબંધો મજબૂત કરવાની તક
આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ પ્રાદેશિક સ્થિરતા, ગાઝાની પરિસ્થિતિ અને આતંકવાદ સામે સાથે મળીને કામ કરવા અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. ભારતે હંમેશા શાંતિ અને સંવાદને ટેકો આપ્યો છે અને આ મુલાકાતને વ્યક્તિગત સ્તરે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની તક તરીકે જોવામાં આવે છે. મધ્ય પૂર્વમાં ભારતના નોંધપાત્ર હિતો છે. જે આ મુલાકાતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
આ પણ વાંચોઃ આ બીમારીના કારણે Imran Khan ગુમાવી શકે છે આંખોની રોશની, જાણો કેવી છે જેલમાં સ્થિતિ?
