ભૂતપૂર્વ IAS અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના બંગલા પર બિલ્ડિંગ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. અને તેમના પર પણ બુલડોઝર કાર્યવાહીના આદેશ છે.
નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇમારતો
મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટમાં જસ્ટિસ વિશાલ મિશ્રાની સિંગલ બેન્ચે ભોપાલના કાલિયાસોટ ડેમ વિસ્તારમાં સ્થિત પોશ વ્હિસ્પરિંગ પામ્સ સોસાયટીમાં રહેતા અગ્રણી ઉદ્યોગપતિઓ અને ભૂતપૂર્વ IAS અધિકારીઓનું તણાવ વધાર્યુ છે. કોર્ટના નિર્ણય બાદ, બંગલા પર બુલડોઝર કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. નિવૃત્ત IAS અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓએ આ સોસાયટીમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઇમારતો બનાવી છે.
Also Read
6% વિસ્તાર પર બાંધકામની મંજૂરી
ભોપાલના કાલિયાસોટ ડેમ નજીકનો આ વિસ્તાર એક નિયુક્ત ઓછી ઘનતા ધરાવતો વિસ્તાર છે. જ્યાં બાંધકામના કડક નિયમો લાગુ પડે છે. જોકે, એવો આરોપ છે કે, ભૂતપૂર્વ મુખ્ય સચિવો સહિત ઘણા પ્રભાવશાળી વ્યક્તિઓએ નિયમોની અવગણના કરીને અહીં વૈભવી હવેલીઓ બનાવી છે. ભોપાલ માસ્ટર પ્લાન 2005 મુજબ, આ વિસ્તારમાં ફક્ત 6% વિસ્તાર પર બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે 10 હજાર ચોરસ ફૂટના પ્લોટ પર ફક્ત 600 ચોરસ ફૂટ બાંધકામની મંજૂરી હતી.
અરજીમાં શું કરાઇ માગ ?
અરજદારે માંગ કરી છે કે મંજૂર મર્યાદાથી વધુ બાંધવામાં આવેલા મકાનોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે અને તોડી પાડવામાં આવે. વધુમાં, આ વિસ્તારમાં ભવિષ્યમાં કોઈપણ નવા બાંધકામને રોકવા માટે આદેશો જારી કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 24 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી છે. હવે બધાની નજર કોર્ટના નિર્ણય પર છે. જો આરોપો સાચા સાબિત થાય છે, તો આ હાઇ-પ્રોફાઇલ ભોપાલ સોસાયટીમાં ઘણી બધી વૈભવી હવેલીઓ તોડી પાડવામાં આવી શકે છે.













