કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની બહુમતવાળી સરકાર બનાવવા માટેનો દાવો વ્યક્ત કર્યો છે.

ચૂંટણીમાં જીત મેળવવા માટે અમિત શાહની રણનીતિ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં તેઓએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પુરવા માટે ભાજપની જીતનો દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે આગામી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે રણનીતિ તૈયાર કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, કોલકાતા અને તેની આસપાસની 28માંથી 22 બેઠક ભાજપ જીતશે. 2021માં આ તમામ વિસ્તારોમાં ભાજપની પકડ નબળી હતી. હવે આ તમામ બેઠકો પર અમિત શાહે જીતનું લક્ષ્ય તૈયાર કર્યુ છે.

ભૂતકાળમાં કેવી હતી સ્થિતિ ?

કોલકાતા જિલ્લા અને આસપાસના શહેરી વિસ્તારોમાં જાદવપુર, દમદમ જેવા ચૂંટણી ક્ષેત્ર અને જોરાસાંકો અને શ્યામપુકુર વિસ્તારમાં 2021માં ભાજપ એકપણ બેઠક મેળવી શક્યુ ન હતુ. પરંતુ 2024માં જોરાસાંકો અને શ્યામપુકુર બેઠક પર ભાજપ આગળ રહી હતી. મમતા બેનર્જીના વિધાનસભાક્ષેત્ર ભવાનીપુરના પાંચ વાર્ડોમાં ભાજપ આગળ રહ્યુ હતુ. પરંતુ જીત મેળવવામાં ભાજપ નિષ્ફળ રહ્યુ હતુ.

પશ્ચિમ બંગાળમાં 2014થી સતત વધી રહ્યો છે ભાજપનો ગ્રાફ

ભાજપના નેતાઓએ કહ્યુ છે કે, 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપને 17 ટકા મત મળ્યા હતા. અને માત્ર બે બેઠક જીતી હતી. 2016ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 10 ટકા મત મેળવ્યા હતા. અને માત્ર 3 બેઠક પ્રાપ્ત કરી હતી. બાદમાં 2019માં ભાજપે 41 ટકા વોટ મળ્યા હતા. અને 18 બેઠક જીતી હતી. જ્યારે 2021ના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 38 ટકા વોટ મળ્યા હતા. અને 77 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે, પરિવર્તન મહત્ત્વનું છે.

આ પણ વાંચોઃ Osman Hadi Murder Case: બાંગ્લાદેશની રાજનીતિમાં ગતિવિધિ થઈ તેજ, આરોપીઓના ખુલાસા બાદ Mohammad Yunusની સરકાર પર લટકતી તલવાર