જનસંખ્યા ફેરફારના મુદ્દે રચાયેલી ઉચ્ચ સ્તરીય કમિટીએ બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. બેઠક દરમિયાન કમિટીએ માહિતી આપી કે તે જમીની સ્તરે વાસ્તવિક પરિસ્થિતિ સમજવા માટે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે.
વિગતવાર પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી
કમિટીએ વધુમાં જણાવ્યું કે આ પ્રવાસોને વધુ અસરકારક અને ઈન્ટરએક્ટિવ બનાવવા માટે એક વિગતવાર પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે, જે મારફતે રાજ્યો પાસેથી જરૂરી માહિતી અગાઉથી મેળવી શકાશે. આ સાથે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોથી પણ ચર્ચા કરીને જનસંખ્યા બદલાવ સંબંધિત ફીડબેક એકત્રિત કરવામાં આવશે.
કેમ કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી?
ગૃહમંત્રી અમિત શાહે કમિટીની કાર્યયોજનાની પ્રશંસા કરી અને ગૃહ સચિવને કમિટીને જરૂરી તમામ સહયોગ આપવા સૂચના આપી હતી. તેમણે કમિટીને શક્ય તેટલી વહેલી તકે પોતાની ભલામણો રજૂ કરવાની પણ સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગેરકાયદે ઈમિગ્રેશન અને અન્ય અસામાન્ય કારણોથી દેશમાં થતા જનસાંખ્યિક ફેરફારોના અભ્યાસ અને તેના ઉકેલ માટે કેન્દ્ર સરકારે આ ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. તેની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયમૂર્તિ પ્રકાશ પ્રભાકર નાલેવકર કરી રહ્યા છે.
કમિટી પ્રશાસનિક સુધારા માટે ભલામણો કરશે
આ કમિટીમાં રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃતિંજય કુમાર નારાયણ ઉપરાંત નિવૃત્ત IAS દુર્ગા શંકર મિશ્રા, નિવૃત્ત IPS બાલાજી શ્રીવાસ્તવ અને PMEAC સભ્ય શામિકા રવિ સહિતના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ કમિટી દેશના વિવિધ વિસ્તારોમાં થતા જનસાંખ્યિક બદલાવનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે અને તેના કારણો શોધીને નીતિગત, કાનૂની અને પ્રશાસનિક સુધારા માટે ભલામણો કરશે.
આ પણ વાંચો : Haryana News: 21 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકનું મોત