ઓડિશાના પુરી બીચ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત સેન્ડ આર્ટિસ્ટ અને પદ્મશ્રી સુદર્શન પટનાયકે એક અત્યંત સંવેદનશીલ કલાકૃતિ બનાવીને વેનેઝુએલાના વિનાશક ભૂકંપના પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. બુધવારે સાંજે વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૨૩૫ લોકોના મોત નીપજ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ હાલમાં અત્યંત ગંભીર છે. આ ઘટનામાં હજુ પણ અનેક ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. વેનેઝુઆલામાં 10,000 હજારથી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. દરમિયાન મોટા ભૂકંપના સામે આવેલા દ્રશ્યો હચમચાવનારા છે. એટલે જ ભૂકંપ પીડિતો પ્રત્યે સવંદેના વ્યક્ત કરતા તેમના માટે આ સેન્ડ આર્ટ થકી રત્ન કલાકાર સુદર્શન પટનાયકે પ્રાર્થના કરી છે.



રેતી કલા દ્વારા આપત્તિની ભયાનકતા અને પીડા દર્શાવી

સુદર્શન પટનાયકે પુરીના દરિયા કિનારે રેતીના માધ્યમથી તૂટી પડેલી ઇમારતો અને ભૂકંપથી થયેલા વિનાશના દ્રશ્યોને ખૂબ જ બારીકાઈથી કંડાર્યા છે. આ પ્રભાવશાળી કલાકૃતિ આપત્તિની ભયાનકતા અને અસરગ્રસ્ત લોકોની પીડાને આબેહૂબ રીતે રજૂ કરે છે. પટનાયકે જણાવ્યું હતું કે, તેમને વેનેઝુએલાથી આ દુર્ઘટનાના સંદેશ, ફોટા અને વીડિયો મળ્યા હતા, જેમાં ભૂકંપની તીવ્રતા જોયા બાદ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે તેઓ ભારે દુઃખ અનુભવી રહ્યા છે. આથી જ તેમણે આ વૈશ્વિક દુર્ઘટનાને પોતાની કલા દ્વારા વિશ્વ સમક્ષ લાવવાનો નિર્ણય કર્યો.

'વેનેઝુએલા માટે પ્રાર્થના': વિશ્વ સમક્ષ મદદની પોકાર

કલાકારે આ સેન્ડ આર્ટ દ્વારા સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ આપતાં 'Prayers for Venezuela' (વેનેઝુએલા માટે પ્રાર્થના) લખીને લોકોને પીડિતોની મદદ માટે આગળ આવવા વિનંતી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેમની આ કલાકૃતિ વિશ્વભરના લોકોને પ્રભાવિત કરશે અને મુશ્કેલીના આ સમયમાં વેનેઝુએલાના લોકોને જરૂરી હિંમત અને સમર્થન મળશે. બીચ પર આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓએ પણ સુદર્શન પટનાયકની આ અનોખી કલાકૃતિની ભારે પ્રશંસા કરી હતી અને તેને માનવતા માટે એકતાનો એક મજબૂત સંદેશ ગણાવ્યો હતો.


આ પણ વાંચો : India: પશ્ચિમ રેલવેમાં દાદર પાસે ઓવરહેડ વાયર તૂટ્યા બાદ પાવર સપ્લાય ઠપ, હજારો મુસાફરો કલાકો સુધી અટવાયા

  • Follow us on: