દિલ્હીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ધૂળની ડમરી ઉડી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં મોસમનો મિજાજ બદલાયો છે.
ધૂળની ડમરીઓ ઉડી દિલ્હીમાં
દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ધૂળના તોફાનો ફૂંકાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મંગળવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો. નોઈડામાં, ધૂળના તોફાન સાથે ભારે પવન ફૂંકાયો છે જેના કારણે લોકોમાં ભારે હાલાકીનો માહોલ છે.
નાગરિકોને રાહતની લાગણી
હવામાનમાં થયેલા ફેરફારને લીધે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લોકો આ બદલાયેલા મોસમને કેમેરામાં કંડારતા જોવા મળી રહી છે. સાથે જ ગરમીમાં રાહત મળી છે. જો ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી ગઇ છે. વાહનચાલકો પરેશાન થઇ ગયા છે. મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
દિલ્હીમાં ધીમી ધારે વરસાદ
છત્તરપુર, મોતી બાગ, મૌલાના આઝાદ રોડ, ઇન્ડિયા ગેટ, બારાખંભા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. IMD એ 23 જૂને તાપમાનમાં થોડો ઘટાડો થવાની આગાહી કરી હતી. આકાશ આંશિક વાદળછાયું રહેવાની ધારણા છે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
દિલ્હીમાં ક્યારે પહોંચશે ચોમાસુ ?
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદના આગમનમાં વિલંબ થયો હોવા છતાં બદલાતા હવામાને ગરમીથી રાહત આપી છે. IMD અનુસાર, સામાન્ય રીતે ચોમાસાનું દિલ્હીમાં આગમન 27 જૂનની આસપાસ થાય છે, પરંતુ આ વર્ષે થોડો વિલંબ થઈ શકે છે. હાલમાં, દિલ્હી-NCRમાં હળવો ચોમાસા પહેલાનો વરસાદ અને વાવાઝોડા સાથે છૂટાછવાયા વરસાદ ગરમીથી રાહત આપી રહ્યા છે. જુલાઈના પહેલા અઠવાડિયા દરમિયાન ચોમાસુ આ પ્રદેશમાં પહોંચવાની શક્યતા છે.













