ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક છુટો છવાયો વરસાદ પડી જાય છે પરંતુ હજી જોઇએ તેવો વરસાદ પડી રહ્યો નથી. કારણ કે હજી ચોમાસુ બેઠુ નથી. ગુજરાતમાં એવુ કહેવાય છે કે મુંબઇમાં વરસાદ પડે એટલે ગુજરાતમાં થોડા દિવસો પછી આવે જ. ત્યારે આવો જાણીએ મુંબઇમાં શું છે વરસાદની સ્થિતિ, શું કહે છે હવામાન વિભાગ 


મહારાષ્ટ્રમાં ક્યારે પહોંચશે ચોમાસુ ?

મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચ્યુ નથી પરંતુ તેણે ફરી એકવાર વેગ પકડવાનું શરૂ કર્યું છે. આગામી 48 કલાકમાં તે મુંબઈ પહોંચવાની શક્યતા છે. IMD એ મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' આપ્યુ છે. આ દરમિયાન વાવાઝોડા, ભારે પવન અને મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે અલનીનોની અસરને કારણે દેશમાં અત્યાર સુધી 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ચોમાસાનું આગમન જુલાઈના પહેલા અઠવાડિયા સુધી મોડી થઈ શકે છે.

ભારતમાં ચોમાસુ લંબાયુ 

ભારતમાં ચોમાસાની વિલંબિત શરૂઆત અને ત્યારબાદ ધીમી ગતિ ચિંતા વધારી રહી છે. ચોમાસું જે અત્યાર સુધીમાં દિલ્હી અને ઉત્તર પ્રદેશના દરવાજા સુધી પહોંચવું જોઈતું હતું, તે હજુ સુધી મહારાષ્ટ્રને પણ પાર કરી શક્યું નથી. આ ધીમા ચોમાસા અંગે વધતી ચિંતા વચ્ચે, હવામાન વિભાગે કેટલાક સારા સમાચાર આપ્યા છે. 

48 કલાકમા ંમુંબઇ પહોંચશે ચોમાસુ 

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું હોય તેવું લાગે છે. IMD એ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચોમાસાની પ્રવૃત્તિ ફરી તીવ્ર બની રહી છે. આગામી 48 કલાકમાં મુંબઈ પહોંચવાની શક્યતા છે. વિભાગે સ્પષ્ટતા કરી હતી કે સોમવારે મુંબઈમાં પડેલા વરસાદને વાસ્તવિક ચોમાસાના વરસાદ કરતાં પૂર્વ-ચોમાસાના વરસાદ તરીકે ગણવો જોઈએ.


મુંબઇમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

IMD એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ અને રાયગઢ જિલ્લાના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.  આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.


બંગાળની ખાડીમાં હજી નથી સર્જાયુ લૉ પ્રેશર 

હવામાનશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે ગયા અઠવાડિયે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ હતી પરંતુ પશ્ચિમ કિનારા પર ગતિવિધિઓ હવે ફરી શરૂ થઈ રહી છે. જોકે બંગાળની ખાડીમાં હજુ સુધી કોઈ મજબૂત નીચા દબાણનો વિસ્તાર - જે સામાન્ય રીતે ચોમાસાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વિકસિત થયો નથી. IMD જણાવે છે કે આવી સિસ્ટમ જૂનના અંતમાં બની શકે છે ત્યારબાદ ચોમાસું વધુ ઝડપથી આગળ વધશે.


  • Follow us on: