વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણનું આશ્રમના 4થા માળેથી પડી જવાથી મોત થયું છે. આ ઘટના વૃંદાવન વિસ્તારના ગુરુ કૃપા કુંજની છે. કહેવાય છે કે દીપક રસિક દુલારીએ શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યે 4થા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. તેમના માથા અને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચોંકાવનારી વાત એ છે કે તેમનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો. ઈમારત પરથી નીચે પડ્યા પછી ગંભીર હાલતમાં તેમને સર્વોદય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પ્રેમાનંદ મહારાજના શિષ્યનું શંકાસ્પદ મોત
પોલીસને આ ઘટનાની માહિતી ઘણા સમય પછી મળી હતી. રસિકને આશ્રમ સાથે જોડાયેલા લોકો જ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. રસિક દુલારીનું સાચું નામ દીપક લોધી હતું. તેઓ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી હતા. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ આપઘાતનો કેસ લાગી રહ્યો છે. તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ફોરેન્સિક ટીમ પુરાવા એકઠા કરી રહી છે.

પ્રેમાનંદ મહારાજના શિષ્યનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો
સવાલ એ પણ છે કે રસિકે પોતાના પ્રાઈવેટ પાર્ટને કાપ્યા પછી આશ્રમના 4થા માળેથી કૂદીને આપઘાત કેમ કર્યો. હત્યા અને આપઘાત, બંને એંગલથી પોલીસ મામલાની તપાસ કરી રહી છે. રસિક પ્રેમાનંદ મહારાજના શિષ્ય હતા. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે. આ ઘટનાની માહિતી તેમના પરિવારજનોને આપી દેવામાં આવી હતી. તેઓ મધ્ય પ્રદેશથી મથુરા પહોંચ્યા પછી જ મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આપઘાત કે કંઈક બીજું?
આ આપઘાત છે કે કંઈક બીજું, પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર CCTVમાં ટોપ ફ્લોર પરથી કૂદતો શિષ્ય દેખાઈ રહ્યો છે, પરંતુ તેણે આવું કેમ કર્યું, તે તપાસનો વિષય છે. તેનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હોવાથી મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. આવું કોઈ બીજાએ કર્યું છે કે શિષ્યે પોતે જ, તે પણ તપાસનો વિષય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. કોતવાલી પ્રભારી અશ્વિની કુમારે જણાવ્યું કે ઈમારત અને તેની આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો-Power Couple : વિરાટ-અનુષ્કાના એક ઓર્ડરે બદલી નાખી મુંબઈના આ રેસ્ટોરન્ટની કિસ્મત, ક્યારેક હતું લાખોના દેવામાં!