પોલીસ તપાસની વચ્ચે નેપાળમાં પ્રિન્સ સાથે રહેલા તેના મિત્રો દ્વારા કરવામાં આવેલા દાવાઓ બધાને ચોંકાવી દે છે.

ખાન સર પર રોશન આનંદનો આરોપ 

બિહારની રાજધાની પટનામાં ખાન સરના ખાન ગ્લોબલ સ્ટડીઝ અને જ્ઞાન બિંદુ કોચિંગને લગતા વિવાદ વચ્ચે, નેપાળના બિરાટનગરમાં રોશન આનંદના નાના ભાઈ પ્રિન્સ યાદવના શંકાસ્પદ મૃત્યુએ કેસમાં નવો વળાંક લાવી દિધો છે. પટના પોલીસ અને રાજકીય વર્તુળો વિવિધ કાવતરાંની શંકા કરી રહ્યા છે. આ દરમિયાન, જ્ઞાન બિંદુ કોચિંગના રોશન આનંદે આરોપ લગાવ્યો છે કે ફૈઝલ ખાને તેના ભાઇની હત્યા કરાવી હોઈ શકે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જેલમાં તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો.

મૃત્યુના રાત્રિની સમગ્ર કહાની 

પ્રિન્સ યાદવ સાથે આવેલા તેના મિત્રોમાં અંકિત કુમાર, રોશન યાદવ, લટ્ટુ યાદવ અને જયરામ યાદવ હતા. તેમણે નેપાળ પોલીસને જણાવ્યું હતું કે, પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર થયેલા હુમલામાં નામ આવ્યા બાદ પ્રિન્સ ભારે તણાવમાં હતો. ધરપકડના ડરથી, તે અને તેના મિત્રો 3 જૂને નેપાળના બિરાટનગર ગયા હતા. તેઓ શરૂઆતમાં મેટ્રો સિટી હોટેલમાં રોકાયા હતા અને પછી, બે દિવસ પછી, બાયપાસની સામે આવેલી શુભ હોટેલના રૂમ નંબર 102માં રોકાયા હતા. મિત્રોના જણાવ્યા મુજબ, પટનામાં થયેલા સમગ્ર વિવાદ અને પોલીસ દરોડાને કારણે પ્રિન્સ ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતો.

મિત્રોની જુબાની 

પ્રિન્સ સાથે સતત હાજર રહેનારા તેમના મિત્રએ જણાવ્યું કે, શનિવારે સાંજે એટલે કે 13 જૂનના રોજ પ્રિન્સ એકદમ શાંત અને હળવાશ અનુભવી રહ્યા હતા. પ્રિન્સ લાંબા સમયથી માનસિક સમસ્યાઓથી પીડાતા હતા અને દવા લઈ રહ્યા હતા. શનિવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ, તેમણે પોતાનું રાત્રિભોજન કર્યુ હતુ. તેઓએ આપેલી દવા લીધી અને સૂઈ ગયા હતા. અમને લાગ્યું કે, તેઓ ગાઢ નિંદ્રામાં છે. બાદમાં અમે ફરવા માટે બહાર ગયા હતા અને ત્યારે અચાનક રૂમ મેટનો ફોન આવ્યો. અમે રૂમ પર ગયા અને ત્યાં પ્રિન્સ અચાનક ઊંઘમાં ભારે શ્વાસ લેવા લાગ્યો. તેની હાલત વધુ ખરાબ થઇ હતી. તેને જોઈને મિત્રો ગભરાયા હતા. અને પ્રિન્સની હાલત વધુ બગડી હતી. 

હોસ્પિટલ લઇ જતા શુ ઘડ્યુ ?

મિત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓએ એક પણ ક્ષણ બગાડ્યા વિના, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને પ્રિન્સને સ્થાનિક યુરો હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માર્ગમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મિત્રએ કહ્યું હતુ કે, અમે તેના ખૂબ જ નજીકના મિત્રો છીએ. આપણે આવું કેમ કરીશું? પ્રિન્સ પર અમારામાંથી કોઈએ કે બીજા કોઈએ હુમલો કર્યો નથી. તેના શરીર પર દેખાતી ઇજાઓ ખોટી છે. તેનું મૃત્યુ કોઈ હુમલાને કારણે થયું ન હતું, પરંતુ તેની ક્રોનિક માનસિક સ્થિતિ માટે ભારે દવા લેતા તેની સ્થિતિ અચાનક બગડી હતી. 

આ પણ વાંચોઃ સંરક્ષણ ટેકનોલોજીથી AI સુધીનો સહયોગનો વિસ્તાર થશેઃ પીએમ મોદી

  • Follow us on: