આ પ્રસંગે, ભારત-EU FTAના વહેલા અમલીકરણ, AIમાં માનવ ગૌરવ અને સંરક્ષણ ઉદ્યોગમાં સંયુક્ત ઉત્પાદન પર કરારો થયા હતા.
પીએમ મોદીનુ સંબોધન
પીએમ મોદીએ, સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં સ્લોવાક રિપબ્લિકના પીએમ રોબર્ટ ફિકો સાથેની મુલાકાત દરમિયાન, સંરક્ષણ, ટેકનોલોજી અને AI સહિતના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા સંમતિ દર્શાવી. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું હતુ કે, મને આનંદ છે કે આ ઐતિહાસિક પ્રસંગે, અમે અમારા સંબંધોને વ્યાપક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ભારત-EU FTAને અંતિમ સ્વરૂપ આપવામાં સ્લોવાકિયાના સમર્થન બદલ હું પીએમનો આભાર વ્યક્ત કરું છું.
Also Read
AI શક્તિશાળી માધ્યમઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું હતુ કે, મને ખુશી છે કે સ્લોવાકિયાની યુનિવર્સિટીમાં AI પર ઇન્ડિયા ચેર સ્થાપિત થઈ રહી છે. અમારું સહિયારું વિઝન એ છે કે, AI માનવતાની સેવા અને પ્રગતિ માટે એક શક્તિશાળી માધ્યમ બને. અમારું માનવું છે કે, AIનું ભવિષ્ય ફક્ત નવીનતા પર જ નહીં. પરંતુ વિશ્વાસ, જવાબદારી અને માનવીય ગૌરવ પર પણ આધારિત હોવું જોઈએ.સ્લોવાકિયાએ અર્થતંત્ર અને સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદને પણ ટેકો આપ્યો.
બંને દેશો વચ્ચે ઇરાદા પત્ર પર હસ્તાક્ષર
તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના સંબંધો આપણા સંબંધો માટે મજબૂત પાયો પૂરો પાડે છે. ભારતના પ્રાચીન ઉપનિષદોનું સ્લોવાક ભાષામાં ભાષાંતર એ આપણી સાંસ્કૃતિક નિકટતાનું ઉત્તમ ઉદાહરણ છે. પીએમ મોદીએ કહ્યું કે, સ્લોવાકિયામાં રહેતા ભારતીય મૂળના લોકો અર્થતંત્ર અને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. સંરક્ષણ સહયોગ એ આપણા ઊંડા પરસ્પર વિશ્વાસ અને વ્યૂહાત્મક સંકલનનો પુરાવો છે.
EU FTA, AI અને સંરક્ષણ સહયોગ પર કરાર
આ પ્રસંગે, સ્લોવાકિયન પીએમ રોબર્ટ ફિકોએ કહ્યું હતુ કે, સ્લોવાક રિપબ્લિક અને ભારત ઘણા સામાન્ય વિષયો દ્વારા જોડાયેલા દેશો છે. તમે જે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી રહ્યા છો તેના માટે હું ભારતને અભિનંદન આપવા માંગુ છું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા, પણ પાંચમા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું સ્વપ્ન ધરાવતા દેશના વડા પ્રધાનનું સ્વાગત કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.
આ પણ વાંચોઃ 107 દિવસ બાદ ઈરાન સાથે સમજૂતી પર હસ્તાક્ષર, હવે આ ત્રણ દેશો સામે યુદ્ધના મોરચે અમેરિકા













