પુણેમાં ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થતા મોટી સંખ્યામાં લોકો તણાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટનામાં 5થી વધુ લોકોના મોત થયા છે. અને 30 જેટલા લોકો તણાયા હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તંત્ર દ્વારા તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં જોડાયેલી છે.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યુ
આ ઘટના મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેઓએ જણાવ્યુ હતુ કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તંત્ર દ્વારા તમામ મદદ પહોંચાડવામાં આવી રહી છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં જોડાયેલી છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. મૃત્યુ પામેલા લોકોને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી. ઘટના સ્થળે 22 એમ્બ્યુલન્સ તૈનાત છે. 12 લોકો ગંભીરરુપથી ઘાયલ છે. તો આ તરફ એનસીપી-એસપી સાંસદ સુપ્રિયા સુળે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને ઘટનાની સમીક્ષા કરી હતી. તેઓ જણાવ્યુ હતુ કે, તેઓ ઇશ્વરને પ્રાર્થના કરે છે કે, તમામ લોકો સુરક્ષિત રહે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, અધિકારીઓને સંપૂર્ણ માહિતી લેવા માટે જણાવ્યુ છે. તો સાથે જ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખવા આદેશ આપ્યા છે.
પુણેમાં મોટી દુર્ઘટના
પુણેમાં પુલ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો છે. અને મોટી સંખ્યામાં લોકો તણાયા છે. રજાના દિવસે લોકો ચોમાસામાં ઝરણાની મજા માણવા માટે અને નદીમાં આવેલા ઘોડાપુરને જોવા માટે એકત્ર થયા હતા. જુનો થઇ ગયેલો પુલ લોકોનું વજન ન ઝીલી શક્યો અને તે તૂટ્યો હતો. લોકોની ભીડ હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી.