પુણેના તલેગામ ક્ષેત્રમાં આવેલા કુંડમાલ પાસે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો છે. આ પુલ જુનો હતો. અને ભારે વરસાદ તથા પવનના કારણે આ પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 20થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. તો બચાવ કાર્યમાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પુણેમાં ભારે વરસાદના કારણે જુના પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. જુનો પુલ હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. નદીમાં પૂર આવ્યો હોવાથી લોકો આ પુલ પર એકત્ર થયા હતા. તે દરમિયાન ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો.


પુણેના તલેગામમાં મોટી દુર્ઘટના

રવિવારે રજાના દિવસે લોકોને મોતની સજા મળી હોય તેવા દ્વશ્યો સામે આવ્યા છે. તલેગામમાં ઝરણાઓ જોવા માટે લોકો એકત્ર થયા હતા. પરંતુ આ દ્રશ્યો માતમમાં સર્જાયા હતા. જ્યારે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. પુણેના ગ્રામીણ ક્ષેત્રમાં પુલ તૂટી પડતા 30 જેટલા લોકો તણાયા છે. આ દુર્ઘટનામાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાહત કાર્ય શરુ

તલેગામમાં આવેલા ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થતા જ લોકોની ચીસ સંભળાવવા લાગી હતી. સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. અને સાથે જ ફાયર ફાઇટરો અને SDRFની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને રાહત કાર્ય શરુ કર્યુ હતુ. નદીમાં ઘોડાપુર આવ્યુ હોવાથી મૃતદેહો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. પાણીના વહેણમાં લોકો દુર સુધી તણાયા છે. 

  • Follow us on: