પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ તાત્કાલિક એક્શનમાં આવી ગયા છે. હોસ્પિટલમાંથી મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચતાની સાથે જ તેમણે અધિકારીઓ પાસેથી પૂર રાહત કાર્યનો સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન માને આવતીકાલે એટલે કે શુક્રવારે પૂર રાહત કાર્ય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠક મુખ્યપ્રધાન નિવાસસ્થાને યોજાશે. આ દરમિયાન તમામ વિભાગોના સચિવો બેઠકમાં હાજર રહેશે.
બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોના ડેપ્યુટી કમિશનરો વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે
બધા જિલ્લાના ડીસી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. બધા અધિકારીઓ રાહત કાર્ય વિશે માહિતી આપશે. પાણી ઓસરી ગયા પછી મુખ્યપ્રધાન સફાઈ અને અન્ય રાહત કાર્યની યોજનાનું નિરીક્ષણ કરશે. તેમણે પોતે આ માહિતી આપી છે. મુખ્યપ્રધાન માને કહ્યું કે હું પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવતીકાલે સવારે 11 વાગ્યે બેઠક કરીશ. મુખ્યપ્રધાન માનને 5 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોના ડેપ્યુટી કમિશનરો વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે અને સચિવ અને મુખ્ય સચિવ મારા ચંદીગઢ નિવાસસ્થાને હાજરી આપશે.













