છેલ્લા 24 કલાકમાં વધુ એક વ્યક્તિના મોત બાદ પંજાબમાં આવેલા વિનાશક પૂરને કારણે કુલ મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે.
લુધિયાણામાં પૂરને કરાણે એકનું મોત
મંગળવારે લુધિયાણામાં પૂરને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. જેના પછી 15 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ મૃત્યુઆંક 52 થયો હતો પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે. બચાવ કામગીરી અંગે મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 191 વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 23,206 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં 119 રાહત શિબિરો છે. જેમાં 5,521 લોકોએ આશ્રય લીધો છે.
પુરને કારણે 1,91,926 હેક્ટરમાં પાક ધોવાયો
વધુમાં જણાવ્યું હતું કે 18 જિલ્લાઓમાં 1,91,926 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. એક દિવસ પહેલા આ આંકડો લગભગ 1.84 લાખ હેક્ટર હતો. તેમણે કહ્યું કે 9 સપ્ટેમ્બર સુધીમાં 22 જિલ્લાઓમાં કૂલ 2,097 ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા છે.
પંજાબમાં કેટલી છે નદી?
મહત્વનું છે કે પંજાબમાં કૂલ 5 નદીઓ છે. સતલજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ છે. આ નદીઓ હિમાલયમાંથી નીકળે છે અને ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર ઝડપથી વધે છે. રાહતની વાત એ છે કે હાલમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો નથી અને આગાહીમાં થોડા દિવસો સુધી વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પૂરના કહેરની અસર હજુ પણ ભયાનક છે. સરકારે રાહત માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પઠાણકોટ જિલ્લામાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે. નિષ્ણાતો માને છે કે પંજાબમાં આ પૂર માત્ર કૃષિ ઉત્પાદન પર જ નહીં પરંતુ ગ્રામીણ અર્થતંત્ર પર પણ ઊંડી અસર કરશે.