પંજાબના રોપડ જિલ્લામાં ભ્રષ્ટાચારની વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBIએ એક ડીઆઈજી રેન્કના અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અધિકારી પર એક કેસમાં રાહત આપવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. CBIને લાંબા સમયથી આ આધિકારીની વિરૂદ્ધ ફરિયાદો મળી રહી હતી કે તે કેસમાં રાહત આપવા માટે લાંચ લઈ રહ્યા છે.
CBI અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુપ્ત રીતે કરવામાં આવી
આ ફરિયાદોના આધાર પર CBIએ ટ્રેપ ગોઠવી અને જ્યારે અધિકારીએ 5 લાખ રૂપિયાની લાંચ લીધી, તે દરમિયાન CBIની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા છે. CBI અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુપ્ત રીતે કરવામાં આવી. જેવી જ અધિકારીએ લાંચની રકમ સ્વીકારી, ટીમે ઘટનાસ્થળે પહોંચીને તેમની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી રોકડ રકમના બંડલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ બાદ CBIની ટીમે ડીઆઈજીની ઓફિસ અને નિવાસસ્થાન બંને જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. તપાસ એજન્સીઓને શંકા છે કે તેમની પાસે ભ્રષ્ટાચારથી ઉભી કરેલી મિલકતોના દસ્તાવેજો પણ મળી શકે છે. CBIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આરોપી ડીઆઈજીની વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે.













