અમૃતસર પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પટવારખાનાની પાસે એન્ટી-નેશનલ નારા લખનારા 4 યુવકની ધરપકડ અમૃતસર પોલીસે કરી લીધી છે. પોલીસ કમિશ્નરે જાણકારી આપતા કહ્યું કે આ તમામ યુવક બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના એક્ટિવ ઓપરેટિવ છે અને તરનતારનમાં થયેલી ફાયરિંગ અને અટેમ્પ્ટ ટૂ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હતા.


પોલીસે સમગ્ર નેટવર્કને તોડવાની દિશામાં મોટું પગલું ઉઠાવ્યું

પોલીસ કમિશ્નરે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા યુવકોની વિરૂદ્ધ પહેલાથી ઘણા કેસ નોંધાયેલા છે. આ લોકો ગ્રેફિટી પેન્ટિંગ, ફાયરિંગ અને અન્ય ગુનાહિત ગતિવિધઓમાં એક્ટિવ હતા. તપાસમાં ખુલાસો થયો છે કે તેમને એક મેડિકલ પ્રેક્ટિશનરના ઘરે, એક પૂર્વ સૈનિક અને એક શૈક્ષણિક સંસ્થા પર પણ ફાયરિંગ કર્યું હતું. આ કાર્યવાહીથી પોલીસે તેમના સમગ્ર નેટવર્કને તોડવાની દિશામાં મોટું પગલું ઉઠાવ્યું છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ ગુરવિંદર ઉર્ફ હરમન, વિશાલ, અફરીદી ધૂત અને પ્રભ દાસૂવાલ તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે આ આરોપી જુના ક્રાઈમ નેટવર્ક સાથે જોડાયેલા હતા અને પંજાબમાં દહેશત ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

ખાલિસ્તાન સમર્થક ગેંગોની વિરૂદ્ધ કડક એક્શન પ્લાન

પોલીસે આ 4 લોકો પાસેથી 30 બોર પિસ્તોલ, સ્પ્રે પેન્ટ અને એક બાઈક જપ્ત કર્યું છે. પોલીસ કમિશ્નરે વધુમાં કહ્યું કે તમામ આરોપીઓ સાથે ઉંડાણપૂર્વકની તપાસ થઈ રહી છે. આ કાર્યવાહી કોઈ સંયોગ નથી પણ ખાલિસ્તાન સમર્થક ગેંગોની વિરૂદ્ધ કડક એક્શન પ્લાનનો ભાગ છે, જેથી પંજાબમાં શાંતિ જાળવી રાખવામાં આવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. આ કાર્યવાહી બાદ વિસ્તારની સુરક્ષા કડક કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અન્ય શંકાસ્પદની શોધખોળ ચાલુ છે. કોઈ પણ પ્રકારની એન્ટી નેશનલ ગતિવિધિને સહન કરવામાં આવશે નહીં અને દોષિતો વિરૂદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.   

  • Follow us on: