પંજાબમાં પૂરનું પાણી ધીરે ધીરે ઉતરવા લાગ્યુ છે તેમ તેમ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણી ઉતર્યા બાદ લોકોએ હાશકારો જરૂર અનુભવ્યો પરંતુ તેમના પાક અને ઘરની હાલાત જોઇએ અવશ્ય તેમના ઘાવ નહીં ઉભરાય. લોકોનું કહેવુ થે કે તેમણે બધુ શૂન્યમાંથી સર્જન કરવુ પડશે. ઘર તેમજ ધંધો બધુ જ બરબાદ થઇ ચૂક્યો છે. હવે તેઓને સરકાર પાસેથી મદદની આશા છે.
પૂર બાદ ઉંડા ઘા, દરેક પાક બરબાદ
હુસૈનીવાળા બોર્ડરના ગ્રામિણોને સતલુજ નદીમાં આવેલી પૂરે ઊંડા ઘા આપ્યા છે. પાણીમાં ડૂબવાના કારણે તેમના ખેતરનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. ગામોના રસ્તાઓ તૂટી ગઈ છે. પાણીના પ્રવાહમાં ઘણા મકાનો તૂટી પડ્યા છે. ઘરોની અંદર કાદવ ભરાઈ ગયો છે. લોકો મકાનની છત પર રહેવા મજબૂર બન્યા છે.
રસ્તાઓ તૂટી જતાં સંપર્ક તૂટી ગયો
હુસૈનીવાળા બોર્ડર સાથે જોડાયેલા અનેક ગામોમા હાલ પાણી ઉતર્યુ છે, પરંતુ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અનેક જગ્યાએથી રસ્તાઓ તૂટી ગયા છે, અનેક ગામો એકબીજાથી અલગ પડી ગયા છે. ઘરોમાં 2 થી 3 ફૂટ સુધી કાદવ ભરાઈ ગયું છે. આવી સ્થિતિમાં લોકો છત પર તિરપાલ લગાવીને રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોના મકાનો તૂટી ગયા છે, તેઓ હવે ગામની સુરક્ષિત જગ્યાઓ પર ટેન્ટ લગાવીને રહી રહ્યા છે. પાણીમાં ડૂબેલો દરેક પાક ખૂબ ખરાબ રીતે નષ્ટ થઇ ગયો છે. અનેક બંકરો પણ હાલ પાણીમાં ગરકાવ છે.
પંજાબ સરકાર સહાય કરે
લોકો ઈચ્છે છે કે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય રકમ કોઈ વિલંબ કે ભ્રષ્ટાચાર વિના સીધા અસરગ્રસ્ત લોકોને પહોંચે. ગામના તૂટેલા રસ્તાઓ, ગલીઓ અને નાળાઓને તાત્કાલિક રીતે મરામત કરવાની પણ જરૂર છે. ખેડૂતોએ જે પાક નષ્ટ થયો છે તેનું યોગ્ય વળતર મળે અને ખેતરોને ફરીથી ઉપજાઉ બનાવવા માટે વિશેષ સહાય પેકેજ આપવામાં આવવું જોઈએ