CNNએ આ મુલાકાતને 'ભારતની ડિપ્લોમેટિક સ્પ્લિટ સ્ક્રીન' ગણાવી છે. એક તરફ ભારત રશિયા પાસેથી સસ્તા તેલ, અદ્યતન ફાઇટર જેટ અને દાયકાઓ જૂની મિત્રતા જાળવી રહ્યું છે, તો બીજી તરફ તે અમેરિકા સાથે ટેક્નોલોજી, વેપાર અને રોકાણ પર મજબૂત વ્યૂહાત્મક સંબંધો જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.


ટેરિફ અને તેલ

યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયન ક્રૂડ તેલની ખરીદીમાં વધારો કર્યો છે. CNN મુજબ ઓગસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો હતો, જે મોટે ભાગે રશિયન તેલની ખરીદીની સજા હતી.

વ્યૂહાત્મક વિકલ્પો

અશોક યુનિવર્સિટીના પ્રોફેસર કાંતિ બાજપાઈના મતે, પુતિન માટે રેડ કાર્પેટ પાથરીને, ભારત પશ્ચિમ અને ચીન બંનેને સંકેત આપી રહ્યું છે કે તેની પાસે વિકલ્પો છે, જે તેને સોદાબાજી માટે વધુ જગ્યા આપે છે.

સંરક્ષણ અને સંબંધોનું જોખમ

'ફોરેન પોલિસી' મેગેઝિને લખ્યું કે યુક્રેન યુદ્ધને કારણે ભારત પર રશિયા સાથે ઓછો વ્યવસાય કરવા માટે પશ્ચિમી દબાણ વધ્યું છે. જોકે પુતિનની મુલાકાતના એજન્ડામાં પાકિસ્તાન અને ચીનથી પોતાને બચાવવા માટે જરૂરી વધુ સંરક્ષણ સોદાઓનો સમાવેશ થાય છે.

શસ્ત્રોનો સપ્લાયર

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અનુસાર, ઘટાડો થયો હોવા છતાં, રશિયા ભારતનું ટોચનું લશ્કરી સપ્લાયર રહ્યું છે.

આર્થિક સહયોગ

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આ મુલાકાતનું કેન્દ્રબિંદુ આર્થિક સહયોગ રહેશે. ભારત રશિયામાં ફાર્માસ્યુટિકલ, કૃષિ અને કાપડની નિકાસ વધારવા અને ખાતરનો લાંબા ગાળાનો પુરવઠો મેળવવા આતુર છે.

જો સોદો કરે તો...

અમેરિકન પ્રતિબંધોને કારણે રિલાયન્સ જેવી કંપનીઓએ રશિયન તેલની આયાત બંધ કરી દીધી છે, જેનાથી ભારતની સ્થિતિ મુશ્કેલ બની છે. જો ભારત રશિયા સાથે શસ્ત્રોનો સોદો કરે તો અમેરિકા નારાજ થશે અને જો તે અમેરિકા પાસેથી ઊર્જા આયાત વધારે તો રશિયા નાખુશ થશે. ભારત આ નાજુક સંતુલન જાળવવા પ્રયત્નશીલ છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: