કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો જન્મ દિવસ છે. તેઓ આજે તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે પર દિગ્ગજો તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ પણ તેમને શુભકામના પાઠવી. 


પીએમ મોદીએ રાહુલ ગાંધીને બર્થ ડે વિશ કર્યુ

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર એક સંદેશ શેર કરીને રાહુલ ગાંધીના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીને તેમના જન્મદિવસ પર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. 


મલ્લિકાર્જુન ખડગેએ પાઠવી શુભકામના 

રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, બંધારણના આદર્શો પ્રત્યેની તમારી અતૂટ પ્રતિબદ્ધતા અને અજ્ઞાત અવાજો માટે તમારી નિર્ભય લડાઈએ લાખો લોકોને પ્રેરણા આપી છે. સામાજિક ન્યાય, સંવાદિતા અને કરુણાના મૂલ્યો સાથે, કોંગ્રેસ પાર્ટીની સમાવેશકતાની પરંપરા તમારા જાહેર જીવન અને નેતૃત્વમાં પ્રતિબિંબિત થાય છે. લોકો સાથેના તમારા સતત જોડાણ અને સત્તા સમક્ષ સત્ય બોલવાની હિંમત દ્વારા, તમે હંમેશા સમાજના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના હિતોનું રક્ષણ કર્યું છે. ભગવાન તમને સારું સ્વાસ્થ્ય, ખુશી, શક્તિ અને રાષ્ટ્રની સેવામાં લાંબુ જીવન આપે.


રાહુલ ગાંધી થયા 56 વર્ષના 

રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970  ના રોજ દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં થયો હતો. તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીના પુત્ર છે. વર્ષોથી સક્રિય રાજકારણમાં રહેલા રાહુલ ગાંધી હાલમાં સંસદમાં વિપક્ષના મુખ્ય ચહેરા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે.

રાહુલ ગાંધીની સંપત્તિ કેટલી ? 

રાહુલ ગાંધીના 54મા જન્મદિવસ નિમિત્તે, તેમની સંપત્તિ પણ ચર્ચાનો વિષય છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (ECI) ને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ 3 માર્ચ 2024 સુધીમાં તેમની કુલ સંપત્તિ ₹20 કરોડને વટાવી ગઈ હતી. રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ 2022-23  નાણાકીય વર્ષ માટે કુલ વાર્ષિક આવક ₹1.02  કરોડ નોંધાવી હતી. સોગંદનામામાં જણાવાયું છે કે તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને HDFC બેંકમાં બચત ખાતા ધરાવે છે, જેમાં સંયુક્ત બેલેન્સ ₹26.25  લાખ છે - જેમાં SBI ખાતામાં ₹2.22 લાખ અને HDFC ખાતામાં ₹24.03  લાખનો સમાવેશ થાય છે. જ્યારે તેમણે ઘરે ફક્ત ₹55000 રોકડ હોવાનું જાહેર કર્યું છે, ત્યારે તેમની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને અન્ય રોકાણ સાધનોમાં રોકાણ કરવામાં આવ્યો છે. 



આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?

  • Follow us on: