રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શનિવાર, 15 ઓગસ્ટની રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના સારોલા વિસ્તારના પાતલા પીર દરગાહ સ્થળ નજીક બની હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અકસ્માતમાં આશરે અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ
મળતી માહિતી મુજબ, કેટલાક શ્રદ્ધાળુઓ પાતલા પીર દરગાહમાં દર્શન કરવા ગયા હતા. શનિવારે મોડી સાંજે તેઓ પગપાળા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વરસાદને કારણે રસ્તા પર કાદવ હતો. ઢાળવાળા રસ્તા પરથી પસાર થતી એક ખાનગી બસ અચાનક બેકાબૂ બની હતી અને રસ્તાની બાજુએ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આશરે અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા રામગંજમંડીના હામિદને તાત્કાલિક ખાનપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
