રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બાલોતરાના ભંડિયાવાસ ગામ નજીક નેશનલ હાઈવે 125 પર એક પુરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો કાર ચાલતી ડમ્પર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા 5 યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે 3 અન્ય યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃતકો બયાતુના કાનોદ ગામના રહેવાસી
પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતક યુવાનો બયાતુના કાનોદ ગામના રહેવાસી હતા. ઘટના ત્યારે બની જ્યારે તેમની સ્કોર્પિયો કાર અજાણ્યા વાહન સાથે અથડાયા બાદ કાબૂ બહાર ગઈ હતી અને આગળ જઈ રહેલા ડમ્પર સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કોર્પિયોના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે કારમાં સવાર 3 યુવાનોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
5 યુવાનોનું સારવાર દરમિયાન મોત
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ મદદ માટે દોડધામ કરી હતી, મૃતકો અને ઘાયલોને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે બાલોતરા ની સરકારી નાહટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ પાંચ યુવાનોને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ ૨ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. આમ, આ દુર્ઘટનામાં કુલ 5 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
https://twitter.com/ANI_MP_CG_RJ/status/2076501206500057241
મૃતકોની ઓળખ અને પોલીસ તપાસ
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોમાં રેવંતા રામ (26), સ્વરૂપારામ (27), ભરત (25), કિશન (27) અને ભાવેશ (25) નો સમાવેશ થાય છે. આ ઘટનાથી કાનોદ ગામમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસ હાલમાં અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ નજીકના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી તે અજાણ્યા વાહનની ઓળખ થઈ શકે જે અકસ્માતનું મૂળ કારણ બન્યું હતું.
આ પણ વાંચોઃ Pakistan પોતાના જ શહેરો પર કેમ કરાવી રહ્યુ છે હવાઇ હુમલો? જાણો ચાલી રહેલા ઓપરેશન શબાન વિશે..