લોકસભામાં આજે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા વિશેષ સત્રનું આયોજન કરાયુ છે. 10 કલાક ચર્ચા માટે ફાળવાયા છે. ત્યારે લોકસભામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે વંદેમાતરમ સ્વયં પૂર્ણ છે પરંતુ તેને અપૂર્ણ બનાવવાના પ્રયાસો થયા. કોંગ્રેસે ગીતને ખંડિત કરવાનો નિર્ણય લીધો. બ્રિટિશ શાસને વંદેમાતરમ પર રોક લગાવી હતી. વંદે

વંદેમાતરમ પર કોંગ્રેસે સમજૂતી કરી- રાજનાથસિંહ 

રાજનાથ સિંહે કહ્યું, બંગાળના ભાગલા સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન, વંદે માતરમ જનતામાં ગુંજતું રહ્યું. બ્રિટિશ સરકારે તેની વિરુદ્ધ એક પરિપત્ર બહાર પાડ્યો. જોકે, તેઓ જાહેર ચેતનામાંથી વંદે માતરમને દૂર કરવામાં અસમર્થ રહ્યા. તે સમયે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા માટે એક વંદે માતરમ સમિતિની રચના કરવામાં આવી હતી. 1906માં જ્યારે ભારતનો પહેલો ધ્વજ બનાવવામાં આવ્યો ત્યારે, વંદે માતરમ મધ્યમાં લખાયેલું હતું. વંદે માતરમ નામનું એક અખબાર પણ હતું.