રાજ્યસભાની 37 બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ 37 બેઠકો માટે ચૂંટણી 16 માર્ચે યોજાશે. મહારાષ્ટ્રમાં સાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પાંચ-પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં છ, આસામમાં ત્રણ, છત્તીસગઢમાં બે, હરિયાણામાં બે, તેલંગાણામાં બે અને હિમાચલ પ્રદેશમાં એક બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. 


કઇ બેઠકો પર ચૂંટણી ? 

મહારાષ્ટ્રમાં સાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પાંચ-પાંચ અને તમિલનાડુમાં છ બેઠકો માટે ચૂંટણી યોજાશે. શરદ પવાર, રામદાસ આઠવલે, કનિમોઝી, તિરુચી શિવ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થાય છે.

રાજ્યસભાની ચૂંટણી માટે સંપૂર્ણ સમયપત્રક

37  રાજ્યસભા બેઠકો માટે સૂચના 26 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો 5 માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે.  નામાંકનની ચકાસણી 6 માર્ચે થશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાના નામાંકન પાછા ખેંચી શકશે. 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4  વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી તે જ દિવસે સાંજે 5  વાગ્યાથી શરૂ થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 20 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.

કયા રાજ્યમાં કેટલી બેઠકો માટે મતદાન?

મહારાષ્ટ્રમાં સાત બેઠકો ખાલી પડી રહી છે. ઓડિશામાં ચાર બેઠકો માટે મતદાન થશે. તમિલનાડુમાં છ બેઠકો ખાલી પડી રહી છે. પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો ખાલી પડી રહી છે. આસામમાં ત્રણ બેઠકો પર મતદાન થશે. બિહારમાં પાંચ બેઠકો ખાલી પડી રહી છે. છત્તીસગઢમાં બે બેઠકો પર મતદાન થશે. હરિયાણામાં બે બેઠકો ખાલી પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં એક બેઠક ખાલી પડી રહી છે અને તેલંગાણામાં બે બેઠકો ખાલી પડી રહી છે.



  • Follow us on: