અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠના અવસર પર આજે રામ મંદિર પરિસરમાં ખાસ ધાર્મિક અનુષ્ઠાન થઇ રહ્યું છે. આ ખાસ અનુષ્ઠાનમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને યુપી સીએમ યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે સભા સંબોધી હતી. 


આપણા સૌ માટે ગર્વની વાત- રાજનાથ સિંહ  

રાજનાથ સિંહે સંબોધન કરતા જણાવ્યું કે  આજે આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે અને તે ઐતિહાસિક ક્ષણ છે જ્યારે ભગવાન રામે પોતે અવધની ભૂમિ પર પોતાના ભક્તો સમક્ષ ફરી એકવાર હાજર થવાનો સમય નક્કી કર્યો હતો. બે વર્ષ વીતી ગયા છે. આ એ જ ભૂમિ છે જે વર્ષો સુધી લોહીથી રંગાયેલી રહી, જેણે પોતાના ભગવાન રામની અસહ્ય રાહ જોવી પડી હતી.


કોઇએ મંદિર નિર્માણ માટે આટલી રાહ જોઇ નથી- રાજનાથ સિંહ 

તેઓએ વધુમાં જણાવ્યું કે રામ મંદિર ચળવળ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે... રામ મંદિર ચળવળ વિશ્વની સૌથી ભવ્ય કથાઓમાંની એક છે... કદાચ વિશ્વના કોઈપણ ભાગમાં કોઈ પણ સમુદાયે 500 વર્ષ સુધી સતત અને અહિંસક રીતે તેમના દેવતાના જન્મસ્થળ પર મંદિરના નિર્માણ માટે રાહ જોઈ નથી.


મે રાજનાથજીને ભાવુક થતા જોયા- સીએમ યોગી 

મુખ્યમંત્રી યોગીએ કહ્યું, "માનનીય રાજનાથજીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે શ્રી રામ જન્મભૂમિ ચળવળમાં સીધી ભૂમિકા ભજવી હતી. તેથી જ આજે, 500 વર્ષ પછી, તેઓ સૌથી વધુ આનંદ અનુભવી રહ્યા છે. આજે મેં રાજનાથજીને ધ્વજ ફરકાવતી વખતે ભાવુક જોયા.


આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

  • Follow us on: