ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં યોજાયેલી એક જાહેર સભામાં રામ મંદિર અને બાબરી માળખા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે બાબરી માળખું હવે ક્યારેય ફરીથી બનાવવામાં નહીં આવે. તેમણે કહ્યું, “બાબરી માળખું કયામતના દિવસ સુધી પણ ફરીથી નહીં બને.”
રામ મંદિરનું નિર્માણ જનતાને આપેલું વચન
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રામ મંદિરનું નિર્માણ જનતાને આપેલું વચન હતું, જે હવે પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે વર્ષો સુધી ચાલેલા સંઘર્ષ અને રાહ બાદ હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર થયું છે, જે કરોડો રામ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. યોગી આદિત્યનાથે ઉમેર્યું કે રામ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો ગૌરવ છે.
બાબરી માળખાના પુનઃનિર્માણનું સ્વપ્ન જુએ
વિપક્ષી પક્ષો અને કટ્ટર વિચારધારા ધરાવતા લોકોને સંદેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો આજે પણ બાબરી માળખાના પુનઃનિર્માણનું સ્વપ્ન જુએ છે, તેમના સપના ક્યારેય સાકાર પૂરા નહીં થવાદે. તેમણે કહ્યું કે ભગવાન રામ દરેકના છે, પરંતુ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે રામને ભૂલી જાય છે. આવા તકવાદી લોકો દેશ અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.
વ્યવસ્થા અંગે પણ યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું.
જાહેર સભામાં કાયદો અને વ્યવસ્થા અંગે પણ યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે રાજ્યમાં હવે કાયદો તોડનારાઓ માટે કોઈ જગ્યા નથી. “નિયમોનું પાલન કરશો તો સુરક્ષા મળશે, પરંતુ કાયદો તોડશો તો એવી કાર્યવાહી થશે કે સાત પેઢીઓ સુધી યાદ રહેશે,” એમ તેમણે ચેતવણી આપી.
ઉત્તર પ્રદેશની સ્થિતિનો ઉલ્લેખ
મુખ્યમંત્રીએ 2017 પહેલા ઉત્તર પ્રદેશની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમય દરમિયાન રાજ્ય રમખાણો, કર્ફ્યુ અને અસુરક્ષાથી પીડાતું હતું. દીકરીઓ, વેપારીઓ, ખેડૂતો અને યુવાનો પોતાને સુરક્ષિત અનુભવતા નહોતા. મંદિરો, શાળાઓ અને ઘરો પણ સલામત નહોતા. પરંતુ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત છે અને વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને સનાતન ધર્મ એકબીજાથી અલગ નથી. દેશની સંસ્કૃતિ અને પરંપરાઓ પર અંદર અને બહારથી હુમલા થઈ રહ્યા છે, તેથી જનતાએ સાવચેત રહેવાની જરૂર છે. અંતમાં તેમણે લોકોમાં એકતા અને જાગૃતિ રાખવાની અપીલ કરી.
આ પણ વાંચો : Corruption In India: ભારતીયો માટે ગર્વ અને ખુશીના સમાચાર, દેશમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, US અને UKમાં નોંધાયો વધારો, વાંચો Full Story