કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી તથા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A) ના વડા રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રના ધારાશિવ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિનું મૂલ્યાંકન કરતી વખતે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશના રાજકારણ અને આગામી લોકસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA જંગી બહુમતી સાથે સત્તા પર વાપસી કરશે અને સરકારમાં કોઈ ફેરફાર થશે નહીં.

પીએમ મોદી અમારા કેપ્ટન છે

પોતાની આગવી અને રોચક શૈલીમાં વાત કરતા આઠવલેએ ક્રિકેટનું ઉદાહરણ આપતાં કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અત્યંત મજબૂત છે. પીએમ મોદી અમારા કેપ્ટન છે અને હું તેમના ટીમનો ખેલાડી છું." આ સાથે જ વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં રાહુલ ગાંધીની વિકેટ લેશે.

અભિજીત દીપકેને પાર્ટીમાં જોડાવા ઓફર

આ પત્રકાર પરિષદ દરમિયાન આઠવલેએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દીપકને પોતાની પાર્ટી RPI (A) માં જોડાવા માટે ખુલ્લી ઓફર અને આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો અભિજીત દીપક સાચા અર્થમાં આંબેડકરવાદી વિચારસરણી ધરાવતા હોય, તો તેમણે યુવાનોને એકત્રિત કરવા અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને વધુ મજબૂત કરવા માટે RPI (A) માં જોડાઈ જવું જોઈએ અને આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

 શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા

બીજી તરફ, અભિજીત દીપકના તાજેતરના વિવાદ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, શનિવારે તેમને શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી શાંતિ બોન્ડ પર સહી કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે કનોટ પ્લેસ ખાતે CJP દ્વારા આયોજિત 'ફ્લોન્ટ ધ ત્રિરંગો' વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જ્યારે તેઓ દિલ્હીના ઝાંડેવાલન સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. અગાઉ ૧૦ ઓક્ટોબરે તેમણે આપેલા શાંતિ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જેના બાદ હવે તેમને શરતી મુક્તિ મળી છે.

આ પણ વાંચોઃ Canada: આલ્બર્ટા લશ્કરી મથકમાં ભીષણ આગ, અનેક સૈનિકો અને નાગરિકોના મોત, તપાસ શરૂ